1 મેથી મોંઘા સિલિન્ડરથી લઈને બેંકની રજાઓમાં ફેરફાર; જાણો કેવી થશે મહિનાની શરૂઆત

એપ્રિલ મહિનો પૂરો થઈ જવા આવ્યો છે અને મે મહિનાની શરૂઆત થવાની છે. આ મે મહિનામાં કેટલાક બદલાવ જોવા મળશે. મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો સામનો કરો કરવો પડશે. આ મહિનાની શરૂઆતમાં કેટલાક બદલાવ જોવા મળશે. તેમજ રોજીંદા ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ ના ભાવમાં પણ વધારો જોવા મળશે.

સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો

આ મહિનાની શરૂઆતમાં ગેસ સિલેન્ડર ની કંપનીઓ ભાવમાં વધારો કરી શકે તેમ છે. માનવામાં આવી રહ્યું છે કે સિલેન્ડર ના ભાવ માં ૫૦ રૂપિયાનો વધારો થઇ શકે તેમ છે.

ચાર દિવસ સુધી બેન્ક રહેશે બંધ.

મે મહિનાની શરૂઆતમાં જ બેંકમાં રજાઓ જોવા મળી શકે તેમ છે એક થી ચાર તારીખ સુધી બેંકો બંધ રહેશે. આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ રીતે હોઈ શકે છે. તેમજ મે મહિનામાં ઈદનો તહેવાર આવવાથી રવિવાર સાથે સમગ્ર મહિનામાં 11 દિવસ બેંક બંધ રહેશે.

યુપીઆઈ પેમેન્ટમાં લિમિટ વધારવામાં આવશે

આરબીઆઇના ધારાધોરણ મુજબ અત્યારે જ છે ફક્ત બે લાખ રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકો છો પરંતુ ૧ મેના રોજ બદલાવ કરવામાં આવશે અને બે લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.