15 કરોડ તો માત્ર સેલેરી મળી, IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા

Ipl 2022માં ગુજરાતે ભવ્ય જીત મેળવી છે. હાર્દિક પંડ્યા દ્વારા સૌપ્રથમવાર કેપ્ટનશીપમાં પોતાની ટીમને જીત અપાવી ને ગુજરાતનું નામ સમગ્ર દેશમાં મોખરે લાવી દીધું છે. હાર્દિક પંડ્યા દ્વારા ઓલરાઉન્ડર ની ભૂમિકા જોરદાર નિભાવતા પોતાની ટીમને ખુબ જ મોટું યોગદાન આપ્યું હતું અને આઈપીએલ 2022માં તેમને ખૂબ જ વધુ પૈસા આપવામાં આવ્યા હતા.

આ વર્ષ દરમિયાન યોજાયેલા આઈપીએલમાં તેમનું કદ વધી ગયું હતું અને આઈપીએલમાં હવે ફક્ત હાર્દિક પંડ્યાનું નામ ખૂબ જોરશોરથી જોવા મળી રહ્યું છે. હાર્દિક પંડ્યા પોતાની આઈપીએલની સફર મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં થી રોહિત શર્માના નીચે કરી હતી. પરંતુ આજે તેમનું કદ ખૂબ જ વધી ગયું છે અને પ્રભાવશાળી ખેલાડીમાં તેમની ગણતરી કરવામાં આવી રહી છે. અને વિશ્વની સૌથી મોટી ફોર્મેટમાં તેમને કેપ્ટનશીપ તરીકે ભવ્ય જીત મેળવી છે.

2022માં આઇપીએલ માટે હાર્દિક પંડ્યા અને મુંબઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ૧૫ કરોડ રૂપિયા આપીને ગુજરાત ની ટીમે તેમને ખરીદી લીધા હતા. ગુજરાત દ્વારા તેમને 15 કરોડ આપવામાં આવ્યા હતા અને 24 નમ્બર ની મેચમાં હાર્દિક પંડ્યાએ 87 રન રાજસ્થાન સામે માર્યા હતા. જેથી એક લાખ રૂપિયા મેન ઓફ ધ મેચ તરીકે આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે હાર્દિક પંડ્યા અને મેન ઓફ ધ મેચ, મેચ મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.