૨૭ નક્ષત્રોનો રાજા ગણવામાં આવ્યું છે આ નક્ષત્રને આ દિવસે જરૂરથી કરો આ કાર્ય પછી જુઓ ચમત્કાર

આપણા ભારતીય ખગોળ શાસ્ત્ર પ્રમાણે અને ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ પુષ્ય નક્ષત્ર ને ઘણો શુભ ફળ આપનારું નક્ષત્ર માનવામા આવે છે. આ નક્ષત્ર સમયે સોનુ, ચાંદી, વાહન વગેરે જેવી વસ્તુઓ ને ખરીદવી શુભ મનાય છે. આ સાથે જ એવું પણ માનવામા આવે છે કે પુષ્ય નક્ષત્ર સમયે લીધેલ વસ્તુઓ થી ઘર પરિવાર મા બરકત આવે છે. આ માટે જ મોટેભાગે લોકો દર વર્ષે પુષ્ય નક્ષત્ર ની રાહ જોઈ આ નક્ષત્ર સમયે નવીનતમ વસ્તુઓ ની ખરીદી કરતા હોય છે.

કેમ માનવામા આવે છે પુષ્ય નક્ષત્ર ને અતિશુભ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્ર ને સૌથી ઉત્તમ નક્ષત્ર માનવામા આવે છે અને આ નક્ષત્ર ને ૨૭ નક્ષત્રો નો રાજવી મનાય છે. આ ૨૭ નક્ષત્રો મા નો આઠમો નક્ષત્ર એટલે પુષ્ય અને તેના સ્વામી શનિદેવ ને માનવામા આવે છે. આ નક્ષત્ર ના દેવ બૃહસ્પતિ ને માનવામા આવે છે. માત્ર આટલું જ નહિ પુષ્ય નક્ષત્ર નો સ્વામી ગ્રહ ચંદ્રમા ના પ્રભાવ મા આવે છે. શનિદેવ મુજબ વાહન લેવું, બૃહસ્પતિ પ્રમાણે સોનુ તેમજ ચંદ્ર મુજબ ચાંદી લેવું આ દિવસે શુભ માનવામા આવે છે.

પુષ્ય નક્ષત્ર ના સમયે જરૂર થી કરવા જોઈએ આ કામ

આ પુષ્ય નક્ષત્ર ના દિવસે કરવામા આવતા માંગલિક કામો, હોમ-હવન તેમજ અનુષ્ઠાન થી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ સિવાય આ દિવસે નવું ઘર કે સંપત્તિ ની ખરીદી કરી શકો છો. આ સિવાય આ સમય દરમિયાન વિદ્યાથીઓ થી લગતી વસ્તુ ખરીદવી ઘણી શુભ ફળ આપે છે. આ સાથે જ દાન દક્ષિણા નો મહિમા પણ વધુ શુભ માનવામા આવે છે. આ સાથે જો આ દિવસે માતા લક્ષ્મી નુ પૂજન કરી ‘શ્રી યંત્ર’ ખરીદવા મા આવે તો જીવન મા ધન સમૃદ્ધિ આવે છે.

ક્યારેય પણ પુષ્ય નક્ષત્ર સમયે ન કરો આ કામ

આ પુષ્ય નક્ષત્ર ને એક શુભ નક્ષત્ર માનવામા આવે છે પણ આ નક્ષત્ર મા લગ્ન કરવા અશુભ મનાય છે. આ પાછળ એવું કારણ જાણવા મળે છે કે આ દિવસે ભગવાન બ્રહ્મા ને શ્રાપ મળ્યો હતો અને આ માટે જ આ દિવસ ને અશુભ માનવામા આવે છે અને સાથોસાથ મોટેભાગે પંડિતો દ્વારા પણ આ નક્ષત્ર મા લગ્ન ન કરવાનુ સૂચન આપતા હોય છે. આ લગ્ન અથવા તો તેના થી જોડાયેલા દરેક કાર્યો જેમ કે સગાઈ અથવા તો કોઈ લગ્ન ની રસમ ને કરવું પણ વર્જિત છે.

Leave a Reply

Your email address will not be published.