48 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે: તુર્કીનો દાવો

યુક્રેન અને રશિયાના યુધ્ધને 60 દિવસથી વધુ થઈ ગયા છે, પણ હજી બંને દેશ વચ્ચે શાંતિ વાર્તા સફળ થઈ શકી નથી. આ વચ્ચે તુર્કીએ દાવો કર્યો છે કે 48 કલાકની અંડર રશિયાના રાષ્ટ્રપતિ અને યુક્રેન રાષ્ટ્રપતિ ઇસતાંબુલમાં મળશે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપએ કહ્યું છે કે અમને આશા છે કે આવનાર 48 કલાકમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધ અટકી જશે. તેમણે કહ્યું છે કે બંને દેશના રાષ્ટ્રધ્યક્ષ જલ્દી જ મળીને સમસ્યા સુલજાવશે. અમે બંને દેશના નેતાઓના સંપર્કમાં જ છીએ.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગઉટેરેસ આવતા અઠવાડિયે મંગળવારના મોસ્કો જશે ને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. UN પ્રવક્તા એ જણાવ્યું કે પુતિન અને ગુટએરસ વચ્ચે મંગળવારે મોસ્કોમાં મિટિંગ થશે. ગુટરેસ રશિયાના વિદેશ મંત્રી સરગેઈથી સાથે મુલાકાત કરશે.

ગુટેરેસ ગુરુવારે યુક્રેનની પણ મુલાકાત લેશે, કિવ ઈન્ડિપેન્ડન્ટે અહેવાલ આપ્યો છે. તેઓ ત્યાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ મળશે. તમને જણાવી દઈએ કે ગુટેરેસે આ અઠવાડિયે રશિયા અને યુક્રેનને પત્ર લખ્યા હતા. જેમાં બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળવાની અપીલ કરવામાં આવી હતી.

શુક્રવારે, રશિયન સૈનિકોએ ખાર્કિવની સીમમાં રહેણાંક સંકુલ પર બોમ્બમારો કર્યો. આ દરમિયાન યુક્રેનની સેના પણ રશિયન સૈનિકોના હુમલાનો જવાબ આપતી રહી.

બીજી બાજુ મારિયુંપોલના રહેવાસી જીવ બચાવવા માટે તરસી રહ્યા છે કેમ કે રશિયા-યુક્રેન વચ્ચે સતત યુધ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈનિકોથી ઘેરેલ મારિયુંપોલમાં ફાંસીએલ નાગરિકોનું કહેવું છે કે જલ્દીથી જલ્દી યુધ્ધ વિરામની ઘોષણા કરવામાં આવે અને તેમનો જીવ બચી જાય.

ડોનેતસ્કમાં પણ સ્થાનીય લોકો પણ શાંતિની આશા રાખી રહ્યા છે. યુક્રેનને ઓડેસા શહેરના ઘણા લોકો ઘર છોડી ગયા છે. આ બધા નાગરિકો રશિયાન સેનાના શહેરમાં ઉતારવાના ડરથી પાછા જતાં ડરી રહ્યા છે.

રશિયાનું કહેવું છે કે તેમણે યુક્રેનમાં પોતાના વિશેષ સેન્ય અભિયાનનું બીજું ચરણ શરૂ કરી દીધું છે. રશિયા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેને અજોવસ્ટલ પ્લાન્ટ સિવાય આખા મારિયુંપોલ પર કબજો કરી લીધો છે.

રશિયા અને યુક્રેન જંગમાં જય ચીન રશિયાની મદદ કરી રહ્યું છે બીજી તરફ તાઇવાનએ યુક્રેનનું સમર્થન કરતાં 8 મિલિયન ડોલર એટલે કે 611 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ ત્યાં દવાખાના અને મેડિકલ સર્વિસ ફરી ચાલુ કરવા માટે લગાવવામાં આવશે.

મીડિયા રેડોવકાની રિપોર્ટ પ્રમાણે યુક્રેનના હુમલામાં 13 હજાર 414 રશિયન સૈનિકોનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 7 હજાર રશિયન સૈનિક હજી પણ ગુમ થયેલ છે. તેની પુષ્ટિ રશિયાના રક્ષા મંત્રાલયની એક ગોપનીય બ્રીફિંગમાં કરી હતી. જો કે પછી આ રિપોર્ટ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી હટાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.