5 વર્ષ દરમિયાન ધારાસભ્યોએ કેટલું બજેટ વાપર્યુ અને શું કામ કર્યું તેનો રિપોર્ટ જાહેર, તમે પણ જાણો.

હવે વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે છેલ્લા 5 વર્ષ દરમિયાન કયા ધારા સભ્યએ કેટલું કામ કર્યું અને તેમણે કયા કેટલું બજેટ વપર્યુ એ બધુ જાણવા અને વિધાનસભા સત્રમાં કેટલા ધારાસભ્યો હાજર રહ્યા અને તેમણે પોતાના વિસ્તારની કેટલી સમસ્યા સુલજાવી અને કેટલા પ્રશ્નોની ચર્ચા થઈ એ બધા મુદ્દાઓ વિષે ADR તરફથી ગુજરાત વિધાનસભાના હાલના ધારાસભ્યોની કામકાજનો રિપોર્ટ તૈયાર કરી જાહેર કર્યો છે.

2018 થી 2022 ના સમયગાળા દરમિયાન લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડમાંઠી 1004.15 કરોડ રૂપિયાના બિલ પાસ કરવામાં આવ્યા હતા જેમાંથી 677.5 કરોડ રૂપિયા ખર્ચ કરી કામ થયું છે. બિલ પાસ થાય હતા 53,029 કામ કરવા માટે પણ તેમાંથી 404,28 કામ પૂરું થયું છે. આંકડા પ્રમાણે જણાવીએ તો 76 ટકા કામ પૂરું થયું છે. એટલે કે 5 વર્ષના અંતમાં જોઈએ તો MLAને મળતા 600 કરોડ વાપર્યા વગર પડ્યા હશે.

જે ધારાસભ્યો જીતે છે તેમને વિધાનસભામાં હાજર રહીને પોતાના એરિયાના કેટલાક મહત્વના પ્રશ્નો પૂછે તેવી આશા લોકો તેમની પાસે રાખતા હોય છે પણ તમને નવાઈ લાગશે 95 ટકાથી ઓછા ધારાસભ્યો 50 થી પણ ઓછી ચર્ચામાં ભાગ લીધા છે. ઘણા બધા ધારાસભ્યો ચર્ચા કરવા આવતા જ નથી ટકાવારી પ્રમાણે જોઈએ તો 36 ટકા જેટલા ધારાસભ્યો 10 થી પણ ઓછા વાર ચર્ચામાં હાજર રહ્યા છે.

 

વિધાનસભામાં ભાજપ તરફથી સવાલ જવાબ કરવામાં ધારાસભ્યમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજાના નામનો સમાવેશ થયો છે. તેઓ સૌથી વધુ વખત વિધાનસભામાં બોલ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત તેમજ શૈલેષ પરમાર સૌથી વધુ વખત વિધાનસભામાં બોલતા જોવા મળ્યા છે. વિધાનસભામાં રસ ના લેનારનામાં 11 ભાજપના અને 5 કોંગ્રેસના ધારાસભ્યો જાહેર થયા છે.

તમને જણાવી દઈએ કે ભાજપના MLA વિરેન્દ્રસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકીએ ફક્ત એક જ વખત ચર્ચામાં ભાગીદારી નોંધાવી છે. જ્યારે વિધાનસભામાં સૌથી વધુ હાજરી ભાજપના રમણ પટેલ, સુરેશ પટેલ, કુબેર ડિંડોર, પિયુષ દેસાઈ, મહેશ રાવલના નામ છે તો કોંગ્રેસમાંથી ડોક્ટર અનિલ જોશિયારા, કિરીટ પટેલ, વીરજી ઠુમ્મર, ઋત્વિક મકવાણા, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.