5 વર્ષ પહેલા ટિકિટ રિફંડમાં રેલવેએ ઓછા આપ્યા હતા પૈસા હવે ચૂકવવા પડશે અઢી કરોડ.

રાજસ્થાનના કોટાના એક યુવકને રેલવેએ બે રૂપિયાના રિફંડ માટે બહુ લાંબી લડાઈ લડી છે. યુવકની આ બે રૂપિયા મેળવવાની જિદ્દને હવે IRCTC ને 2.43 કરોડ રૂપિયા ચૂકવીને ભોગવવા પડશે. આનો ફાયદો ત્રણ લાખ લોકોને મળશે. મળતી માહિતી પ્રમાણે કોટાના રહેવાસી સુજિત સ્વામીએ એપ્રિલ 2017માં યાત્રા કરવા માટે સ્વર્ણ મંદિર મેલમાં કોટાથી નવી દિલ્હીની એક ટિકિટ બુક કરાવી હતી.

જે કેન્સલ થઈ હતી અને રિફંડ તરીકે તેને ઓછા પૈસા મળ્યા હતા. એ પછી સુજિતએ RTI દ્વારા રેલવેને પૂરા પૈસા પરત કરવા માટે એક આંદોલન શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે રેલવે તરફ થઈ રિફંડ તરીકે 765 રૂપિયાની બદલામાં 665 રૂપિયા પરત મળ્યા હતા. સુજિતના પ્રમાણે રેલવેએ 65 રૂપિયા કાપવાની બદલે 100 રૂપિયા કાપ્યા હતા જેમાં 35 રૂપિયા વધુ લઈ લીધા હતા. આ પછી એન્જિનિયર અને RTI કાર્યકર્તા સુજિતએ પોતાના 35 રૂપિયા પાછા લેવા માટે લાગી ગયો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સુજિતએ આ પછી RTI લગાવીને એ ટ્રેન યાત્રા કરી રહેલ દરેક યાત્રીઓનું માહિતી માંગી જેમની પાસેથી જીએસટીના રૂપમાં 35 રૂપિયા લેવામાં આવ્યા હતા. સુજિતને જાણકરી મળી હતી કે લગભગ 2 લાખ 98 હજાર યાત્રીઓ પાસેથી એક વ્યક્તિના 35 રૂપિયાનો કર લેવામાં આવ્યો હતો. આ પછી સુજિતએ પૈસા રિફંડ કરવા માટે લગભગ 50 થી વધુ RTI દાખલ કરી અને પીએમો અને રેલવે મંત્રાલયને પત્ર લખ્યો હતો.

બીજી બાજુ સુજિત દ્વરા કરવામાં આવેલ દરેક પ્રયાસ પછી મે 2019માં સુજિતના ખાતામાં રેલવેએ 33 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પણ સુજિતનું કહેવું છે કે તે તો 35 રૂપિયા માંગતો હતો એવામાં રેલવેએ 2 રૂપિયા ઓછા મોકલ્યા હતા. આ પછી સુજિત 2 રૂપિયા માટે સંઘર્ષ કરે છે. સુજિતએ એકવાર ફરી RTI લગાવી અને બધાને પૈસા પરત કરવા માટે આંદોલન શરૂ કર્યું. હવે તે દર મહિને RTI લગાવવા લાગે છે પછી રેલવેએ હવે રિફંડ કરવાનું સ્વીકારી લીધું છે.

આખરે ઘણા દિવસો અને મહિનાઓની મહેનત અને પ્રયત્ન પછી રેલવે મંત્રાલયના વિત્ત યુક્ત અને સચિવ ભારત સરકાર, IRCTC, મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ ડીપાર્ટમેન્ટના સચિવ અને જીએસટી કાઉન્સિલ સુધી પહોંચી હતી. આ દરમિયાન સુજિદ દરરોજ પ્રધામણત્રી નરેન્દ્ર મોદી અને રેલ મંત્રીને ઘણી ટવીટ કરતાં હતા.

તો હવે રેલવે અધિકારી તરફથી સુજિતને જણાવવામાં આવ્યું છે કે તેમનું રિફન એપ્રુવ કરવામાં આવ્યું છે અને તે 30 મે સુધીમાં તેમને મળી ગયું છે જેણે તેઓ પીએમ કેર ફંડમાં ડોનેટ કરશે. તો રેલવેએ બાકીના બધા યાત્રિકોને રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.