50 વર્ષના યોગી આદિત્યનાથ પાસે નથી કોઈ કાર કે જમીન, પરંતુ રાખે છે આટલા લાખની બંદૂક અને મોબાઈલ, જાણો તેની કુલ સંપત્તિ કેટલી છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના રવિવાર 5 જૂનના દિવસે તેમનો 50મો જન્મદિવસ હતો. યુપીના સીએમ યોગી આદિત્યનાથ ને આજે 50 વર્ષ પુરા થઈ ચુક્યા છે. યોગી આદિત્યનાથ નો જન્મ 5 જૂન 1972માં થયો હતો. ઉત્તર પ્રદેશના પંચૂર ગામમાં તેમનો જન્મ થયો હતો. યોગી આદિત્યનાથ 19 માર્ચ 2017 ના દિવસે ઉત્તર પ્રદેશના 22 માં મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. યોગી આદિત્યનાથ 23 કરોડ જનતાના મુખ્યમંત્રી છે. યોગી આદિત્યનાથ એક સાધારણ જિંદગી જીવી રહ્યા છે તેમની પાસે ખેતીલાયક જમીન પણ નથી. તો ચાલો આજે જાણીએ યોગી આદિત્યનાથ પાસે કેટલી સંપત્તિ છે.

યોગી આદિત્યનાથ 2022 ના ચૂંટણી દરમિયાન ગોરખપુર વિધાનસભાની સીટ ઉપરથી ચૂંટણી જીત્યા હતા. ચૂંટણી દરમિયાન તેમને પોતાના તમામ સંપતિ નું જાહેરનામુ કરાવ્યું હતું. તે સમયે યોગી આદિત્યનાથે એક કરોડ 54 લાખ 94 હજાર 54 રૂપિયા ની સંપત્તિ ઘોષિત કરી હતી. આ એક કરોડ 54 લાખ છ જુદી જુદી બેન્કોના ખાતામાં જમા કરવામાં આવેલ છે.

સીએમ યોગી આદિત્યનાથ જણાવ્યું છે કે તેમના જોડે બાર હજાર રૂપિયાનો સેમસંગનો મોબાઈલ ફોન છે. સીએમ યોગી આદિત્યનાથ પાસે આ સિવાય બીજો કોઈ પણ મોબાઈલ નથી. સીએમ યોગી જોડે બે બંદૂકો છે. જેમાં એક લાખ રૂપિયાની રિવોલ્વર અને ૮૦ હજાર રૂપિયાની રાયફલ છે.

સીએમ યોગી આદિત્યનાથ ના મત અનુસાર તેમના જોડે 20 ગ્રામ વજનનો એક સોનાનું આભૂષણ છે. તેમજ 50 હજાર રૂપિયાની એક સોનાની ચેન છે. અને 10 ગ્રામ વજનનું રુદ્રાક્ષ છે જેની કિંમત અત્યારે 20,000 રૂપિયા છે.

યોગી આદિત્યનાથ પાસે પોતાની કોઈ ગાડી કે જમીન નથી. ચૂંટણી સમયે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે તેમના જોડે કોઈપણ સંપત્તિ નથી. તેમજ તેમના નામે કોઈ પણ બાઈક કે સાધન રજીસ્ટર નથી. તેમજ યોગી આદિત્યનાથ વિરોધ કોઈપણ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીએમ યોગી આદિત્યનાથ લગભગ 3 લાખ 65 હજાર રૂપિયા પગરવઆપવામાં આવે છે. સીએમ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ખૂબ જ લોકપ્રિય નેતા છે

Leave a Reply

Your email address will not be published.