આ આંગળીમા પહેરો ચાંદીની વીટી બદલી જશે તમારુ ભાગ્ય અને કિસ્મત, ધનનો થશે વરસાદ…..

ચાંદી એક ધાતુ છે પરંતુ હકીકતમા ચાંદી ભગવાન શંકરના નેત્રો માંથી ઉત્પન્ન થયુ હતુ, એટલા માટે ચાંદીને એક પવિત્ર અને સાત્વિક ધાતુ માનવામા આવે છે. અને જ્યા ચાંદી હોય છે ત્યા વૈભવ અને સંપન્નતાની કોઈ કમી રહેતી નથી. જ્યોતિષશાસ્ત્ર મા ચંદ્ર અને શુક્ર સાથે ચાંદીનો સંબંધ બતાવવામાં આવ્યો છે. જ્યોતિષમા માનવામા આવ્યુ છે કે જો ચાંદીની વસ્તુઓ પહેરવામા આવે તો કુંડળીમા ચંદ્ર અને શુક્ર મજબૂત સ્થિતિમા આવે છે.

આમ તો સામાન્યરીતે આપણે આંગળીઓમાં ચાંદીની વીંટી પહેરીએ છીએ પણ એ શણગાર માટે. અને જો એને શાસ્ત્રો અનુસાર સાચી રીતે પહેરવામાં આવે તો તે આપણા માટે ઘણી ફાયકારક સાબિત થાય છે. અમે આજે જણાવવાના છીએ કે ચાંદીની વીંટી કઈ રીતે તમારા માટે ફાયદાકારક થઈ શકે છે અને વીંટી કઈ રીતે પહેરવી જોઈએ.

ચાંદીની વીંટી તમે જયારે પણ પહેરો તો ધ્યાન રાખવું કે એને પોતાના જમણા હાથની ટચલી આંગળીમાં જ પહેરવી. કારણ કે જો તમે આ આંગળીમાં ચાંદીની વીંટી પહેરો છો,તો એનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. જેથી તમારી ઈજ્જત પણ સમાજમાં ઊંચી આવે છે અને સાથે જ શુક્ર ગ્રહ અને ચંદ્ર શુભ પરિણામ આપે છે. જેના કારણે સુંદરતામાં વધારે નિખાર આવે છે.

તમને જણાવી દઈએ કે ચાંદીની વીંટી આંગળીમાં પહેરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ટચલી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી મગજ શાંત રહે છે અને જો તમને વાત-વાત પર વધારે ગુસ્સો આવે છે તો એ તેને નિયંત્રિત કરે છે. નબળો ચંદ્ર સૌથી પહેલા વ્યક્તિની માનસિક ક્ષમતા ઓછી કરે છે એવામાં ચાંદીની આ અભિમંત્રિત વીંટી ચંદ્રને મજબૂત કરી તમારી માનસિક ક્ષમતાઓ વધારવામાં મદદ કરે છે.

જો તમને કફ,ઓર્થરાઈટિસ,સાંધા અથવા હાડકા થી લગતી સમસ્યા છે તો ચાંદીની વીંટી તમને ઘણી હદ સુધી ફાયદો પહોંચાડી શકે છે. ચાંદીની ધાતુનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કોઈ ને કોઈ રીતે અવશ્ય કરવો જોઈએ. કેમકે ચાંદીની વીંટી કે ચાંદી શરીર પર ધારણ કરવા સિવાય ચાંદીથી બનેલા વાસણમાં ખાવા પીવાથી પણ શરદી-ખાંસી અને સાઈનસ જેવી સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published.