આ બે રાશિજાતકો પર થયા ભગવાન સૂર્યદેવ મહેરબાન, આવક વધવાની સાથોસાથ થશે માન-સન્માનમા વધારો, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને?

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ અને નક્ષત્રની બદલાતી રહેતી સ્થિતિને લીધે બધી રાશિઓ પર તેની જુદી જુદી અસર પડે છે. તેના લીધે તે રાશિના જાતકો પર તેની અસર જોવા મળે છે. અમુક રાશિના લોકો પર સારી અસર પડે છે તો અમુક રાશિના લોકો પર તેની ખરાબ અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જેમની કુંડળીમાં સૂર્ય શુભ સ્થાને રહેશે તે રાશિના લોકોને માન સન્માન અને આવકમાં ઘણો વધારો થશે. તે કઈ રાશિ છે તેના વિષે જાણીએ.

સિંહ :

આ રાશિના જાતકો પર સૂર્ય ભગવાનના ખાસ આશીર્વાદ રહેશે. તમે જે કામ કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે. કામમાં સારું ફળ મળશે. નસીબ સારું રહેશે. સમાજમાં તમારું મન સન્માન વધશે. અટકેલાં કામ ફરીથી શરૂ થશે. મુશ્કેલી સ્થિતિનો હીમતથી સામનો કરવો. મહેનત ફળ આપશે. શત્રુ પર તમે જીત મેળવી શકો છો. નોકરી કરતને બઢતી થશે. આવકમાં વધારો થશે.

કુંભ :

તમારા પર ભગવાન સૂર્યની કૃપા બની રહેશે. પૈસાને લગતી સમસ્યા માથી મુક્તિ મળશે. જરૂરિયાત વાળા લોકોની મદદ કરશો. તેનાથી માન વધશે. કોર્ટને લગતા નિર્ણય તમારા પક્ષમાં આવશે. મિત્રનો પૂરો સાથ મળશે. નવું કામ થઈ શકે છે. પિતાની સંપતિથી ફાયદો થશે. ધંધામાં સારું પરિણામ મળશે.

બીજી રાશિમાં સ્થિતિ કેવી રહેશે તેના વિષે જાણીએ :

મેષ :

તમારો સામાન્ય સમય રહેશે. બધા કામમાં તમે જે પ્રયત્ન કર્યા તે સફળ થશે. વિવાહિત જીવનમાં સારું રહેશે. સંતાનને લગતી ચિંતા રહેશે. સંતાનનું માર્ગદર્શન તમારે કરવું. માતા પિતાના આશિષ મળશે. નોકરી કરતાં લોકોને કામમાં વધારો થશે. તેનાથી થાક અને નબદઈ આવી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. તમાએ નસીબ કરતાં તમારી મહેનત પર વિશ્વાસ રાખવો.

વૃષભ :

તમારો સમય મધ્યમ રહેશે. પરિવારની જવાબદારી પર ધ્યાન આપણવું. ઘરના ખર્ચમાં વધારો થશે. તેનાથી તમારી આવક પર અસર પડશે. પરિવારને ખુશ જોઈને તમે પણ ખુશ રહેશે. જીવનસાથીનો પૂરો સાથ મળશે. ધંધાને લગતી મુસાફરી થઈ શકે છે. તે મુસાફરી સફળ થશે. કોઈ પણ વિવાદમાં પડવું ન જોઈએ. ફોનથી નિરાશા જનક સમાચાર મળી શકે છે.

મિથુન :

તમારો સમય મોજ મસ્તીથી વિતશે. મનોરંજનને લાગતો ખર્ચ વધારે થશે. ભાઈ બહેન સાથે કોઈ સમસ્યાને લગતી વાત થઈ શકે છે. પરિવારનો સાથ મળશે. પાડોશી સાથે વિવાદ થઈ શકે છે. તેને તમારે શાંતિથી ઉકેલવો. રચનાત્મક કામમાં સફળતા મળશે. નોકરી કરતાં લોકોએ તેના શત્રુથી સાવચેત રહેવું.

કર્ક :

તમને સારા પરિણામ મળશે. પરિવારની જવાબદારી પર તમારે ધ્યાન આપવું. કોઈ બાબતને લઈને ભાવુક થઈ શકો છો. લાગણીથી કોઈ નિર્ણય લેવો ન જોઈએ. કામમાં સુધારો આવી શકે છે. ધંધાના કામમાં થોડા ફેરફાર કરશો. તેનાથી તમને ભવિષ્યના લાભ થશે. કુટુંબ સાથે ભોજન થઈ શકે છે. પ્રેમ સબંધમાં રહેનાર લોકોને તેના સાથીની ભાવના સમજવાની કોશિશ કરવી.

કન્યા :

તમારો સમય મધ્યમ રહેશે. ખર્ચમાં વધારો થશે અને તમે ચિંતામાં રહેશો. તબિયત બગડી શકે છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. કામને લગતી નવી યોજના બની શકે છે. તેનાથી ભવિષ્યમાં લાભ થશે. તમારે કોઈ વિવાદને વધારવો નહીં. શેરબજાર સાથે જોડાયેલા લોકો ણે કોઈ પણ જાતનું રોકાણ કરવું ન જોઈએ તેનાથી નુકશાન થઈ શકે છે.

તુલા :

તમારો સમય સામાન્ય રહેશે. આવક સામાન્ય રહેશે. આવક પ્રમાણે ખર્ચ કરવો નહિતો પૈસાની તંગી આવી શકે છે. લગ્નજીવનમા સુખ મળશે. પ્રેમ સબંધમાં રહેતા લોકોને સારું ફળ મળી શકે છે. બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે. વધારે મહેનત કરવાથી સારું ફળ મળશે. મિત્રો સાથે મળીને નવો ધંધો શરૂ કરી શકો છો.

વૃશ્ચિક :

તમારો સમય સામાન્ય રહેશ. કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. કારણકે તમારે કોઈ મહત્વના નિર્ણય લેવામાં મોડુ થતું જણાશે. તમારી અંદર કમી દેખાશે. મહેનત કરશો તો તેનું ફળ જરૂર મળશે. પરિવાર તમારો પૂરો સાથ આપશે. સમાજમાં નવા લોકોને મળી શકો છો. પાડોશી સાથે વિવાદ થઈ શકે છે. લગ્નજીવન સારું રહેશે. પ્રેમ માં મુશ્કેલી આવી શકે છે.

ધન :

તમે કામને લઇને ખૂબ ગંભીર રહેશો. ભવિષ્ય વિષે નવી યોજના બની શકે છે. વડીલોની સલાહ તમારા માટે લાભદાયી રહેશે. માતા પિતાની તબિયત સુધરશે. નોકરીમાં નિરાશા આવી શકે છે. ધંધામાં તમારો સમય સારો થતો જણાશે. કામમાં નવી આધુનિકતા અપનાવી શકો છો તેનાથી લાભ થશે.

મકર :

આ રાશિના જાતકો તેમના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે. બધા કામ સમય પર પૂરા કરવાની કોશિશ કરશો. અમુક પડકારનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં વધારો થશે અને આવક સારી રહેશે. ઘરમાં સુવિધાના સાધન વધશે. પ્રેમ સબંધમાં સારૂ ફળ મળશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું થઈ શકે છે. સંતાન તરફથી સુખ મળશે.

મીન :

તમારો સમય સામાન્ય રહેશે. આવક સારી રહેશે અને ખર્ચમાં વધારો થશે. મનમાં કોઈ વાતને લઈને ભય રહેશે. તેનાથી તમે પરેશાન રહેશો. ગાડી ચલાવતા સમયે તમારે ધ્યાન રાખવું. તબિયતનું ધ્યાન રાખવું. નોકરીમાં ઉતાર ચડાવ આવી શકે છે. મોટા અધિકારીનો સાથ મળશે. કર્મચારી સાથે મતભેદ થઈ શકે છે. તમારે તમારી વાણી પર કાબૂ રાખવો.

Leave a Reply

Your email address will not be published.