આ છે અનાથ બાળકોને અપનાવનાર બોલીવુડના ૬ મહાન સ્ટાર, નંબર ૩ છે ૩૪ બાળકોની માતા

મિત્રો આજે ઘણા લોકો સમાજ સુધારક તરીકે કામ કરે છે, હવે આ લિસ્ટ માં બોલિવૂડ ના મોટા સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે. જો આ લિસ્ટ ની વાત કરવામાં આવે તો તેમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા અને સલમાન ખાન સહીત આમીર ખાન જેવા લોકો ગરીબ અને અનાર્થ બાળકોની ખૂબ મદદ કરે છે.

આજે આપણે એવી મોટી હસ્તીઓ ની વાત કરીશું કે જેને અનાર્થ અને ગરીબ બાળકોને ખોળે બેસાડયા છે જેના ભણતર સહિત નો તમામ ખર્ચ આ લોકો આપે છે. તો દોસ્તો આજે આપણે જાણીશું કે બોલિવૂડ ના ક્યાં ક્યાં મોટા સ્ટારે કેટલા બાળકોને ખોળે લઈને તેમનો ઉછેર કરે છે.

૧. રવિના ટંડન : મિત્રો તમને જણાવી દઈએ કે આ લિસ્ટ માં આવતી રવિના એ તેની ૨૧ વર્ષ ની ઉમર માજ માતા બનવાની ઈચ્છા પૂરી કરી હતી. ખાસ વાત તો એ છે કે ત્યારે તેના લગ્ન પણ નહોતા થયા. રવિના એ આ ઉમર માં છાયા અને પુજા નામની બે છોકરીઓની તમામ જવાબદારી લીધી હતી. અને આ સમયે તે બંને બાળકીઓની ઉમર ૧૧ અને ૮ વર્ષ હતી.

૨. સુષ્મિતા સેન : મિત્રો આ અભિનેત્રી એક સમયે મિસ યુનિવર્સ નો ખિતાબ જીતી ચૂકી છે. જેને પોતાની ૨૫ વર્ષ ની ઉમર માં રીના નામની નાની દીકરીને અપનાવી હતી. તે સમયે ઘણા લોકોએ તેના પર અવાજ ઉઠાવી હતી પણ તેનાથી તેને કોઈ ફર્ક ન પડ્યો હતો. આ સિવાય આ અભિનેત્રી આ પ્રકારના બીજા ઘણા કાર્યક્રમો ચલાવે છે. જેના કારણે અનાર્થ અને ગરીબ લોકો ને ઘણો સહારો મળે છે.

૩. પ્રીતિ ઝીંટા : મિત્રો પ્રીતિ એ જે કર્યા કર્યું તેના પર કોઈ વિશ્વાસ નહીં કરે પણ તેને લગ્ન પહેલાજ ૩૪ બાળકીઓ ને ખોળે બેસાડી હતી. તેને આવું એટ્લે કર્યું કે તે પોતે ૩૪ માં જન્મ દિવસ પર ૩૪ બાળકીની માતા બનવા માંગતી હતી. તેને આ કર્યા ૨૦૦૯ માં કર્યું જેમાં તેને મધુર મેરીક્લ સ્કુલ માંથી ૩૪ છોકરીઓએ ગોદ લીધી હતી. હવે તે આ દરેક છોકરીઓનો ખાવા પીવાથી માંડીને ભણાવવાનો તમામ ખર્ચ ઉપાડે છે.

૪. સલીમ ખાન : મિત્રો આ માણસે અર્પિતા નામની છોકરીને ચડક પરથી મેળવીને તેને ખુબજ પ્રેમ આપ્યો હતો. આવું એક સગો બાપ પણ ન કરી શકે તેવું કાર્ય તેને કરી બતાવ્યુ હતું. આજે અર્પિતાને આખો ખાન પરિવાર પોતાના ઘરનું એક સદસ્ય માને છે. અને ખાસ વાત એ છેકે અર્પિતાના લગ્ન ત્રણે ખાન ભાઈઓ દ્વારા ખૂબ આલીશાન રીતે કરવામાં આવ્યા હતા.

૫. મિથુન ચક્રવર્તી : મિત્રો સામાજિક કર્યો કરવામાં મિથુન પણ આગે કુછ કરે છે. નિશા કે જે આજે મિથુન ની દીકરી છે તેને તેને ગોદ લીધેલી છે જ્યારે લીશા એક નાની બાળકી હતી. તેને પણ પોતાની આ દીકરીને ખુબજ પ્રેમ આપ્યો છે.

૬. સની લીયોની : મિત્રો આ નામ થી તો બધા લોકો ખૂબ વાકેફ હશો. ભલે તેને પોતાનું કેરિયર બનાવવા માટે જે પણ રસ્તો અપનાવ્યો હોય પણ તે સારા કામ કરવામાં ખૂબ આગળ છે. તેને પણ નિશા નામની એક નાની બાળને ગોદ લીધેલ છે. હવે તેના ઉછેર ની દરેક જવાબદારી સની અને તેનો પતિ ડેનિયલ લે છે. શરૂમાં શનિ અમેરિકા રહેતી પણ હવે તે ઈન્ડિયા માં રહે છે અને બે આજે બે બાળકોની માતા છે. તેથી હવે તે તેના ત્રણ બાળકો સાથે ખૂબ શાંતિથી જીવન પસાર કરે છે.

Leave a Reply

Your email address will not be published.