આ છે સોનાક્ષી સિન્હાના જીવનના સૌથી મોટા વિવાદ, જેને યાદ કરીને આજે પણ લોકો ઉડાવે છે મજાક

સલમાન ખાન સાથે દબંગ ફિલ્મ થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સોનાક્ષી સિંહા હવે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તેને બોલિવૂડની દબંગ ગર્લ પણ કહેવાય છે. તેણે પોતાના કરીયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને તેની ફેન ફોલોઈંગ પણ સારી છે.

જો કે ફિલ્મોની સાથે તે પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે . તેનું નામ ઘણા વિવાદોમાં પણ આવી ચૂક્યું છે. તેને ટ્રોલ પણ કરવામાં આવી છે. આજે તમને જણાવીએ તેના જીવનના એવા વિવાદ વિશે જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં રહી.

વર્ષ 2019 માં તે પોતાની ફિલ્મ ખાનદાની સફાખાના પ્રમોશન માટે એક રેડિયો ઇન્ટરવ્યૂમાં ગઈ હતી. અહી વાલ્મિકી સમાજ પર જાતી સૂચક શબ્દનો ઉપયોગ કરવા માટે તેની આલોચના કરવામાં આવી હતી. આ વખતે તેના પુતડા પણ ફાળવવામાં આવ્યા હતા જેના કારણે સોનાક્ષીએ માફી પણ માંગી પડી

સોનાક્ષી ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેને એરપોર્ટ પર કેઝ્યુઅલ ડ્રેસ પસંદ છે, પણ એનો મતલબ એવો નથી કે તે જાણી જોઈને ભંગીની જેમ જતી રહે…. આ મામલે તેને માફી માંગતા કહ્યું હતું કે તે વાલ્મિકી સમાજનો ખૂબ જ સન્માન કરે છે અને દેશ માટે તેમનું યોગદાન છે તેનું પણ સન્માન કરે છે તેના શબ્દોના કારણે જે લોકો આહત થયા છે તેની તે માફી માંગે છે.

ત્યારબાદ ટીવીના સૌથી પ્રખ્યાત શો કોણ બનેગા કરોડપતિમાં સોનાક્ષી સિંહા પહોંચી હતી. જેમાં સોનાક્ષીને પૂછવામાં આવ્યું હતું કે રામાયણ અનુસાર હનુમાન સંજીવની કોના માટે લાવ્યા હતા. આ પ્રશ્નનો જવાબ સોનાક્ષી સિંહા આપી શકી ન હતી. જેને લઇને પણ વિવાદ થયો હતો. કારણ કે તેના ઘરનું નામ રામાયણ છે અને તેના પિતાએ તેના ત્રણ ભાઈ ના નામ રામ લક્ષ્મણ અને ભરત રાખ્યા છે તેમ છતાં તે રામાયણ વિશે આટલી વાત જાણતી ન હતી.

આ મામલે ટીવીના અભિનેતા મુકેશ ખન્નાએ પણ તેની મજાક ઉડાવી હતી. પરંતુ તેને સોનાક્ષીના પિતા શત્રુઘ્નએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે મુકેશ ખન્ના ને હિન્દુ ધર્મનો ગાર્ડિયન કોને બનાવ્યો ,?

Leave a Reply

Your email address will not be published.