આ છોડ ઘરમા લગાવતાની સાથે જ ધન ને ખેંચે છે ચુંબક ની જેમ, ઘર મા થશે ધનવર્ષા…

મિત્રો ભારતીય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને ચીની વાસ્તુશાસ્ત્ર મુજબ ફેંગશુઈ થી ઘરમાં ધન ની વૃદ્ધિ માટેના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.જો તમે તમારા જીવન માં સુખ અને સમૃદ્ધિ લાવવા ઇચ્છતા હોય તો ધન ની જરૂર તો રહે જ છે.ધન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્ર માં ઘણા ઉપાયો આપવામા આવ્યા છે. આ બધા માટે માત્ર ને માત્ર એકજ ઉપાય છે ધનની પ્રાપ્તિ માટે લગાવવામાં આવતો છોડ.

તમે બધા ધન પ્રાપ્તિ માટેના છોડ મની પ્લાન્ટ વિશે સાંભળ્યું જ હશો.જો તેને સાચી દિશા માં લગાવવામાં આવે તો તેનો ખુબજ લાભ મળે છે.પણ જો તેને વિરુદ્ધ અને ખોટી દિશામાં લગાવવામાં આવે તો અપશુકન પણ થઈ શકે છે.આજે અમે આ લેખ મારફતે ખાલી મની પ્લાન્ટ વિશે જ નહીં પણ એ છોડ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે ધન પ્રાપ્તિ માટે નો ઉતમ ઉપાય ગણવામાં આવે છે.

એક ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓ અને એની શક્તિયો વિષય ની જાણકારી આપે છે. તેની અંદર જેટલા પણ ઉપાયો જણાવવામાં આવ્યા છે તે ઘર ની અંદર રહેલી નકારાત્મક ઉર્જા ને દૂર કરી ને સકારાત્મકતા ફેલાવે છે.આજે અમે તમને ચીની વાસ્તુશાસ્ત્ર માં જણાવેલા ’ક્રાસુલા’ છોડ ની વાત કરવા જઈ રહ્યા છીએ. જેને તમે ઘર માં લગાવીને ધન સબંધિત બધીજ મુશ્કેલીઓ થી છૂટકારો મેળવી શકો છો.જો તમે આ છોડ ને તમારા ઘર માં રાખો તો ધન પ્રાપ્તિ થવા મન્ડે છે.

આ છોડ સાવ મુલાયમ અને મખમલ હોય છે.તેના પાન ભરાવદાર હોય છે. તેના પાન નો રંગ લીલો અને પીળો બન્ને મિશ્રિત હોય છે. એટલેકે આ છોડ લીલો પણ નથી હોતો અને પીળો પણ નથી હોતો તેમાં બન્ને ના મિશ્ર ગુણધર્મો જોવા મળે છે.તે દેખાવ માં ખુબજ સુંદર લાગે છે. તેને અડવાથી તે મખમલી લાગે છે. પરંતુ આ છોડ જેટલો મખમલી હોય છે એના પાન એટલાજ મજબૂત હોય છે.

તેમાં રબર જેવો ગુણધર્મ પણ જોવા મળે છે. તેને હાથ અડાવાથી તેના પાન તૂટવા અથવા ખરવાનો ભય લાગતો નથી.આ છોડ ની વધારે દેખરેખ કરવી પણ આવશ્યક નથી. તમે આ છોડ ને અઠવાડિએ ૨ થી ૩ વાર પાણી આપી શકો છો તે સુકાતો નથી તેમજ આ છોડ ને લગાવવા માટે કોઈ મોટી જગ્યા ની પણ જરૂરિયાત રહેતી નથી તમે તેને નાના કુંડા માં પણ લગાવી શકો છો. આ છોડ ને વધારે પ્રકાશ ની પણ જરૂર રહેતી નથી તેને તમે છાયા માં પણ લગાવી શકો છો.

ચીની વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ છોડ ને તમે ઘર ના મુખ્ય બારણાં પર લગાવી શકો છો. તમે જો આ છોડ ને મુખ્ય બારણાં ની ડાબી બાજુ એ રાખો છો તો તમારા ઘર માં સકારાત્મકતા નો વાસ થાય છે. આ છોડ વિશે એવું પણ માનવામાં આવે છે કે જો તમે આ છોડ ને ઘરે લાવો તો પૈસા ની વૃધ્ધિ એક્દમ તમારા ઘર માં થવા લાગે છે અને પૈસો જેમ ચુંબક લોખંડ ને ખેચે એમ ખેચાય છે. આ સિવાય આ છોડ ના કારણે ધન ને લગતી બધીજ મુશ્કેલીઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published.