આજે ૧૬ વર્ષ બાદ ખુલ્યું આ દંપતીનું ભાગ્ય, એકસાથે બે જોડિયા બાળકોનો થયો ઘરે જન્મ..

લગ્ન પછી દાંપત્ય જીવનની મોટી ખુશી બાળકની હોય છે. જ્યારે બાળકનો જીવનમાં સમાવેશ થાય છે ત્યારે દંપતીનું આખું જીવન ફરી જાય છે, તેમાં ખૂબ જ ખુશીઓ આવે છે. પણ ઘણા દંપતી એવા હોય છે જેને બાળક નું સુખ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. આજે આપણે એવા દંપતીની વાત કરીશું જેના લગ્નના ૧૬ વર્ષ બાદ પણ તેઓ બાળકના સુખથી વંચિત હતા.


આ વાત છે રાજસ્થાનના એક દંપતીની જેના લગ્ન ને ૧૬ વર્ષ થયા પછી પણ તેમને કોઈ સંતાન ન હતું. મમતાબેન અને પ્રકાશભાઈ આ બાબતે ખૂબ જ દુઃખી હતા. લગ્નના આટલા વર્ષો બાદ પણ તેમને કોઈ સંતાન નહોતું. આ અંગે લોકો તેને ઘણી બધી વાતો પણ સંભળાવતા.

આ સમસ્યાના નિરાકરણ માટે તમને ઘણી બધી હોસ્પિટલોમાં પણ તપાસ કરી. પરંતુ ઘણા ઉપાયો કર્યા બાદ પણ આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો. ઘણા પ્રયત્નો બાદ આ દંપતીએ થાકીને હાર માની લીધી. તેને માની લીધું હતું કે હવે તેમને જીવનમાં ક્યારેય સંતાનસુખ પ્રાપ્ત નહીં થાય. આવાથી મમતાબેન અને પ્રકાશભાઇ ખૂબ જ નિરાશ હતા. દાંપત્ય જીવનની આવડી મોટી ખુશી તમને આજીવન નહીં મળે તે વિચારીને તેઓ ખૂબ જ દુઃખી રહેતા.

પરંતુ જે વસ્તુ નસીબમાં હોય છે તે તમને મળીને રહે છે. ભલે પછી તે કોઈ ચમત્કાર દ્વારા જ પ્રાપ્ત થાય. મમતા બેન અને પ્રકાશભાઈના જીવનમાં પણ કંઈક આવો ચમત્કાર થયો. આ દંપતીને એક વ્યક્તિ મળ્યો અને તેને અચાનક એક હોસ્પિટલ નું સરનામું આપ્યું અને કહ્યું તમે આ જગ્યાએ નિદાન કરવો તેનું કામ ખૂબ જ સારું છે.

આ સાંભળીને દંપતીને ફરી એક ઉમ્મીદ બંધાણી અને તેઓ હોસ્પિટલમાં મુલાકાતે ગયા. ત્યાં સારવાર કરાવ્યા બાદ ભગવાનના આશીર્વાદ થી લગ્નના ૧૬ વર્ષ બાદ તેમને ત્યાં જુડવા બાળકોનો જન્મ થયો. લગ્નના આટલા વરસ બાદ બાળક નું સુખ મળ્યું અને તે પણ એક નહીં પરંતુ એક સાથે બે બાળકોના જન્મ થવાથી મમતાબેન અને પ્રકાશભાઇ ખૂબ જ રાજીના રેડ થઈ ગયા. તેમને ત્યાં લગ્નના ૧૬ વર્ષ બાદ દીકરો અને દીકરી ના જન્મ થયા. તેઓ બાળકોના માતા-પિતા બની ને ખૂબ જ ખુશ થઈ ગયા અને બંને બાળકોનું ઘરમાં ભવ્ય સ્વાગત કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *