આ દિવસે પોતાની માતાને ડોલીમાં વિદાય કરશે અનુપમાના બાળકો, સાવકા બાપની જાનમાં મચાવશે ધમાલ

ટીવી સિરિયલ અનુપમામાં હાલના દિવસોમાં જબરદસ્ત ફિલ્મી ડ્રામા ચાલી રહ્યો છે. રૂપાલી ગાંગુલીના આ શોમાં અનુપમા અને અનુજ કાપડિયા જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. શાહ પરિવારે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બીજી તરફ, બા હજુ પણ અનુપમાના લગ્ન કરવાના નિર્ણયથી નારાજ છે. રહી રહીને અનુપમા એ વાતથી પરેશાન થાય છે કે તેના પોતાના બાળકો તેની ખુશીમાં તેની સાથે નથી. પરંતુ હવે માત્ર સમર જ ખુલ્લેઆમ અનુપમાને સપોર્ટ કરી રહ્યો છે.

હવે પાખીનું હૃદય પણ અનુપમા માટે ધીમે ધીમે પીગળી રહ્યું છે. અનુપમાના લગ્નમાં કોણ હાજરી આપશે તે જાણવા માટે દર્શકો પણ આતુર છે. નિર્માતાઓએ આ સુપરહિટ સિરિયલ અનુપમા પ્રોમોનો ધમાકેદાર પ્રોમો પણ રિલીઝ કર્યો છે.

સામે આવેલા પ્રોમોમાં અનુપમા ઇમોશનલ જોવા મળી રહી છે. તે મનમાં વિચારી રહી છે કે માત્ર અને માત્ર સમર જ તેના લગ્નમાં સામેલ થશે. ત્યારે તે તેના બાળકો માટે નાસ્તો બનાવવાની તૈયારી કરવા લાગે છે.

જેવી અનુપમા રસોડામાં જાય છે તેને ટેબલ પર ઘણો નાસ્તો તૈયાર જોવા મળે છે. ત્યારે એક પછી એક સમર, પરિતોષ, પાખી અને પુત્રવધૂ કિંજલ ત્યાં આવ્યા અને અનુપમાનો ચહેરો ખુશીથી ચમકી ગયો છે.

આ પ્રોમો સામે આવતાની સાથે જ દર્શકોને તેમના ઘણા સવાલોના જવાબ મળી ચુક્યા છે. અનુપમાને ફોલો કરતા દર્શકોના મનમાં આ પ્રશ્ન વારંવાર આવી રહ્યો હતો કે અનુજ અને અનુપમા લગ્ન ક્યારે કરશે?

પ્રોમોમાં એવો ઈશારો આપવામાં આવ્યો છે કે અનુપમાના લગ્નની ઉજવણી 4 મેથી શરૂ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા લગ્ન પહેલા કેટલી પરીક્ષા આપશે? એ પણ જાણવું રસપ્રદ રહેશે કે અનુપમાના લગ્ન પર બાનું દિલ પીગળશે કે નહીં?

Leave a Reply

Your email address will not be published.