આ દિવસો સૂરજ દાદા રહેશે આકરા પાણીએ, હીટવેવની આગાહી, આ મુજબ રહેશે તાપમાન

દિવસેને દિવસે ગરમી ખૂબ જ વધી રહી છે અને થોડા દિવસમાં ગરમી હજુ વધી શકે તેવી આશંકા કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગરમી ૪૪ ડિગ્રી સુધી જઈ શકે તેમ છે

થોડા જ સમયમાં ગરમી ૪૪ ડિગ્રી સુધી પહોંચી જશે

ગુજરાત રાજ્યમાં ગરમી દિવસેને દિવસે ખૂબ જ વાક્ય જો વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરો જેમ કે અમદાવાદમાં હાલ નુ તાપમાન ૪૧ ડિગ્રી સુધી થઈ ગયું છે જ્યારે બીજી બાજુ હવામાન ખાતાના લોકોનું કહેવું છે કે અમદાવાદ ગાંધીનગર તેમજ ગુજરાતના અનેક શહેરોમાં ગરમી ખૂબ જ વાગે તેવી શક્યતા છે. તેમજ ગરમીનો પારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જોવા મળી શકે છે હેટવેવ

હવામાન વિભાગના અધિકારી સાથે વાતચીત કરતાં માહિતી મળી કે આગામી બે દિવસોમાં ગરમી ખૂબ જ વધુ જોવા મળશે આગામી બે દિવસ એટલે કે ૧૬ એપ્રિલ ના દિવસે કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ખૂબ જ ઉપર જોવા મળશે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવ ની અસર મોટા પ્રમાણમાં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ગરમીના દિવસોમાં બપોરે બહાર નીકળવું ન જોઈએ.

વધુ પડતી ગરમીના કારણે રોગચાળામાં વધારો થઇ શકે છે

ગુજરાત રાજ્યમાં ગરમી ખૂબ જ વધી રહી છે અને ગરમીનો પારો ૪૦થી પણ વધુ પહોંચી ગયો છે તેમજ ગુજરાતના અમુક વિસ્તારોમાં વધુ પડતી ગરમીના કારણે કેટલાક નવા રોગો હવામાન ગયા છે કોલેરા ટાઈફોઈડ ઝાડા-ઊલટીના કેસો વધુ પ્રમાણમાં વધી ગયા છે જમીન વધુ પડતી ગરમીના કારણે ડીહાઇડ્રેશન થાય છે.

Leave a Reply

Your email address will not be published.