આ ગ્રુપે આપી ગુજરાત પર હુમલાની ધમકી, અમદાવાદ પોલીસે રથયાત્રા માટે કર્યો કડક બંદોબસ્ત, ડ્રોન સાથે માણસો પણ ઉડશે…

1 જુલાઈના દિવસે અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા કાઢવામાં આવવાની છે. આ રથયાત્રા જગન્નાથ પુરીની છે. જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. મુંબઈ ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી આતંકી હુમલા બાબતે ગુજરાતને ધમકીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ચૂકી છે અને તેવામાં આ રથયાત્રા દરમિયાન આકાશમાં ડ્રોન ઉડાડવામાં આવી શકે છે. તેમજ કોઈ એક વ્યક્તિ જ પૂર્ણ રીતે ટ્રેન કરાયેલો હશે તે ડ્રોન સાથે ઊડતો આપણને નજર આવી શકે છે.


અમદાવાદ શહેરના ડીસીપી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે અલકાયદા ઓ ની ટીમ દ્વારા ખૂબ જ ધમકી આપવામાં આવી રહી હતી જેના કારણે પોલીસે ખૂબ જ બંદોબસ્ત વધારી દીધું છે. પોલીસનું કહેવું છે કે આ વર્ષ દરમિયાન હવામાંથી પણ નજર રાખવામાં આવશે. આ રથયાત્રામાં એક હજારથી પણ વધુ સીસીટીવી કેમેરા લોકો ઉપર નજર રાખશે.

આ રથયાત્રામાં દરેક વસ્તુ gps navigation થી કનેક્ટ કરવામાં આવશે. જેને પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે જેથી પોલીસ કર્મીઓને તમામ માહિતી યોગ્ય રીતે મળી શકે. પોલીસ કર્મીઓ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેથી કોઈપણ અસામાજિક તત્વ અથવા ભૂતકાળમાં ગુનો કરેલો વ્યક્તિ આ રથયાત્રામાં નજીક આવતા તાત્કાલિક ધોરણે એપ્લિકેશનમાં જાણ કરી દેવામાં આવશે જેથી પોલીસ વધુ એલર્ટ થઇ ને પોતાનું કામ કરી શકે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સૌપ્રથમ જગન્નાથની રથયાત્રામાં આ રીતે સુરક્ષા કરવામાં આવી રહી છે. જેના કારણે પોલીસને પહેલાથી ખૂબ જ મોટો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસ આ રથયાત્રામાં ખૂબ ટેકનોલોજીનો ઉપયોગ કરે શાંતિપૂર્ણ રથયાત્રા પૂરી થાય તે માટે ખૂબ જ એલર્ટ થઈ ચૂકી છે.

તેમજ પોલીસ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, હજુ પણ ટેકનોલોજી માં વધારો કરી શકે જેથી કરીને શાંતિપૂર્ણ રથયાત્રા સંપન્ન થાય. અને પોલીસ હવે દરેક લોકોને રથયાત્રા દરમિયાન શાંતિ જાળવે તે માટે અપીલ કરી રહી છે.

પોલીસ દ્વારા દરેક લોકોની સુરક્ષા માટે દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ પ્રકારથી ભજન મંડળીઓ ઉપર જીપીએસ સિસ્ટમ થી તેમના ઉપર નજર રાખવામાં આવશે. જેથી કરીને દરેક લોકોની સુરક્ષા ઉપર પોલીસ શાંતિ છે ધ્યાન રાખી શકે. આ રથયાત્રા દરમિયાન ત્રણ હજારથી વધુ સુરક્ષા કર્મીઓ પોતાની ફરજ નિભાવતા આપણને જોવા મળી શકે છે.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા નીકળવાના કારણે અત્યારથી તૈયારી ચાલુ થઈ ચૂકી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રથયાત્રામાં કોઈપણ રીતે નુકસાન પહોંચાડવામાં ન આવે તે માટે પોલીસ એલર્ટ થઇ ને ખુબ જ જોરદાર કામ કરી રહી છે. આ રથયાત્રા 145 મિ રથયાત્રા છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમજ પોલીસ સહિત આર્મી ના ઓફિસરો પણ આ રથયાત્રામાં પોતાની ફરજ બજાવતા નજર આવી શકે છે.

અમદાવાદ પોલીસ દ્વારા ૪ જૂને સમગ્ર શરૂઆત ચાલુ કરી દેવામાં આવી છે અને આ વર્ષ દરમિયાન ખૂબ જ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આ રથયાત્રામાં જોડાતા હોય છે જેના કારણે પોલીસ હજુ વધુ પણ કડક પગલાં લઈ શકે છે. તેમજ પોલીસને શંકાસ્પદ વ્યક્તિ ને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગુજરાતમાં ધમકી આપવામાં આવી હતી જેના કારણે પોલીસ ખૂબ જ એલર્ટ થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.