આ ગુજરાતીએ બિઝનેસ ચાલુ કરવા લીધા હતા ઉછીના પૈસા, આજે છે કરોડોના બિઝનેસના માલિક

કહેવાય છે ગુજરાતી ક્યાંય પાછો ન પડે, બિઝનેસ તો ગુજરાતીઓના લોહીમાં છે. અને એટલે જ આજે મોટા મોટા બિઝનેસમેનના લિસ્ટમાં ગુજરાતીઓનું સ્થાન આગળ પડતું છે.

આજે અમે તમને આવા જ એક એક ગુજરાતી વિશે જણાવીશું જેમને પોતાનો બિઝનેસ શરૂ કરવા ઉછીના પૈસા લીધા હતા.વર્ષ 1994માં રાજકોટના બિપીનભાઈ હદવાણીએ ૧૨ હજાર રૂપિયાનું ઉછીનું મટેરીઅલ લઈને બિઝનેસ ચાલુ કર્યો હતો.

અને આ બિઝનેસ એટલે ગોપાલ નમકીન. આજે ગોપાલ નમકીનનું ટર્નઓવર 450 કરોડ રૂપિયાનું છે. આજે ગોપાલ નમકીન ગુજરાતની જાણીતી બ્રાન્ડ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે બિપીનભાઈ મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના રહેવાસી છે, તેમના પિતા અને ભાઈ સાથે મળીને તેઓ પહેલા ફરસાણની દુકાન ચલાવતા હતા. જ્યારે એમને બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેઓ સાયકલ પર માલ વહેંચતા હતા અને આજે તેઓએ તેમની મહેનતથી ગોપાલ નમકીનને જાણીતી બ્રાન્ડ બનાવી દીધી છે.

એમને શરૂઆત કરી પછી એમનું કામ સારું ચાલવા લાગ્યું અને એમને કંપની બનાવી આજે એમની કંપની હરિપરમાં ચાલુ છે અને એને શરૂ થયે 22 વર્ષ પુરા થયા છે.

બીપીનભાઈ ગોપાલ કંપનીમાં આજે ૧૨૦૦ લોકોને રોજગારી આપે છે અને કરોડો રૂપિયામાં કંપની ટર્નઓવર પણ કરી રહી છે. આજે ગોપાલની જુદી જુદી વસ્તુઓ લોકોમાં ઘણી લોકપ્રિય બની છે જેમ કે, વાટકા, ગાંઠિયા, ચવાણું, પાપડી અને સેવ તેની સાથે સાથે કરોડો રૂપિયાનું ટર્નઓવર પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.