આ ગુજરાતીને સૂજ્યો ગજબ આઇડિયા, બેંગલોરથી પ્લેન ખરીદીને એમાં બનાવ્યું રેસ્ટોરન્ટ, જોઈને કહેશો જોરદાર બાકી!

આપણે આપણા જીવનમાં ટેસ્ટી ભોજન આપે તેવી અનેક રેસ્ટોરન્ટ જોઈએ છે. પરંતુ આજે કંઈક અલગ જ રેસ્ટોરન્ટ જોવા મળી છે. મિત્રો માણસનું મગજ હંમેશા વિચિત્ર વિચારોથી ઘેરાયેલું હોય છે. તેમ જ તે કંઈક અલગ કરવા ઇચ્છતો હોય છે. માટે વડોદરામાં રહેતા એક યુવકને અલગ જ વિચાર આવ્યો હતો. અને બેંગ્લોર જઈને જૂનું પ્લેન ખરીદી લાવ્યો હતો. આ પ્લેન એરબસ 320 છે જેના દરેક ભાગને વડોદરા લાવવામાં આવ્યા હતા.

પ્લેનમાં બનાવવામાં આવી હતું રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટના માલિક સાથે વાતચીત કરતાં તે કહે છે કે આ 320 પ્રકારનું એરોપ્લેન છે. જેથી લોકોને પ્લેનમાં બેસવાનો સારો એવો અહેસાસ થાય છે. લોકો અહીંયા જમવા માટે આવતા હોય છે અને વિમાનમાં બેસવાની ઇચ્છા પૂર્ણ કરતા હોય છે.

તેમજ આ એક સાથે 102 લોકો ભોજન કરી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. વિમાનની અંદર સેન્સર રાખવામાં આવ્યા છે વેટર ને બોલાવવા માટે. વિમાનના બેસ્યા હોય તે રીતે જ આયોજન કરવામાં આવે છે.

આ આ રેસ્ટોરન્ટમાં વિમાનની જેમ જ મેન્ટ પણ કરવામાં આવે છે તેમજ એર હોસ્ટેજ પણ અહીંયા જોવા મળે છે. ફક્ત એટલું જ આરામદાયક ખુરશી અને ટેબલની સુવિધા પણ કરવામાં આવી છે.

ગજબની વાત તો એ છે કે આ દુનિયાનું નવમા નંબરનું રેસ્ટોરન્ટ છે તેમજ ભારતમાં ચોથા નંબરનું રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં તમને દરેક પ્રકારની વાનગીઓ ખાવા મળશે અને આજુબાજુ વિસ્તારનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Leave a Reply

Your email address will not be published.