આ જેઠાલાલની રિયલ લાઈફ પત્ની છે, દેખાય છે ખુબજ સુંદર, તસવીરો જોઈ ચોંકી જશો…..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઇન્ડિયન ટેલિવિઝન નો સૌથી પ્રખ્યાત શો બની ચૂક્યો છે. આ શોના ચાહકો ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. છેલ્લા 13 વર્ષથી આ સીરિયલ લોકોના દિલ પર રાજ કરી રહી છે અને લોકો ને હસાવી રહી છે.

આ સીરીયલ ના દરેક કલાકારની આગવી ઓળખ છે. દરેક કલાકાર દર્શકોના દિલમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. આ સીરિયલ એટલી પ્રખ્યાત થઈ છે કે દરેક ઘરમાં સીરિયલના પાત્ર અને તેના સાચા નામને બદલે શોમાં તેનું નામ છે તે નામે જ ઓળખવામાં આવે છે. કારણ કે આ શો દરેક કલાકાર એ તેના પાત્રને જીવંત કરી દીધું છે.

આ સિરિયલનું સૌથી પ્રખ્યાત અને લોકોનું ફેવરેટ પાત્ર છે જેઠાલાલ. તેના જીવનમાં આવતી મુસીબતો લોકોને પેટ પકડીને હસાવે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોષી અભિનય પણ એવો કર્યો છે કે તે ઘરે ઘરમાં અને લોકોના દિલમાં જેઠાલાલ તરીકે વસી ગયો છે.

જેઠાલાલ ની જેમ દયા ભાભી નું પાત્ર પણ લોકોનું પ્રિય હતું. દયાભાભી તરીકે દિશા વાકાણીએ પણ જોરદાર અભિનય કર્યો પરંતુ વર્ષ 2017 પછીથી તે આ શોમાં જોવા મળી નથી. જોકે લોકો હજુ પણ દયાભાભી તરીકે દિશા વાકાણીને જોવા ઈચ્છે છે અને તે સીરિયલમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.

ઘણા લોકો દિશા વાકાણી અને દિલીપ જોષીને રિયલ લાઇફના પતિ-પત્ની સમજી બેસે છે. પરંતુ રિયલ લાઇફમાં દિલીપ જોશી ની પત્ની જયમાલા છે. જયમાલા પણ એકદમ સુંદર છે. પરંતુ તે લાઈટ થી દૂર રહે છે અને પોતાના પરિવારની સાથે સમય પસાર કરે છે.

ઘણી વખત ઈવેન્ટ અને જાહેર કાર્યક્રમોમાં દિલીપ જોશી જમાના સાથે જોવા મળે છે. દિલીપ જોશી ની પત્ની જયમાલા અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી સુંદર છે. જો કે તે પોતાના અંગત જીવનને લાઈમ લાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે અને ક્યારેક જ દિલીપ જોશી સાથે પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.