આ કારણે ભારતીય સ્ત્રીઓ લગાવે છે પાંથીમા કંકુ, આજે જ જાણો આ રહસ્ય

ભારતમાં પરણિત મહિલા માટે કંકુ ખૂબ જ મહત્વ ધરાવે છે. તેને તે તેના તે તેની પાથીમાં લગાવે છે તેનાથી ખાલી એ જ નથી ખબર પડતી કે તે વિવાહિત છે. પરંતુ તેને લાંબા આયુષ્ય અને ખુશ અને શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે. તેને લાગવાની પ્રથા ૧૬ શણગારમાં સમાવેશ થાય છે. આ પ્રથા ઘણી સદીઓથી ચાલુ છે. તેને લગાવવું ઘણું ધાર્મિક ગણાય છે. તેની સાથે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિ પણ ખૂબ મહત્વ ધરાવે છે. આજે આપણે તેનાથી જોડાયેલી કેટલીક ખાસ બાબતો વિષે જાણીએ આ બાબતો બધી સ્ત્રીઓને જણાવી જોઈએ.

સૌભાગ્ય માટે :

એવું માનવામાં આવે છે કે જે મહિલાએ સિંદુર લગાવ્યું હશે તેને માતા પાર્વતી હમેશા અખંડ સૌભાગ્ય વતીના આશીર્વાદ આપે છે. પુરણોની કથા પ્રમાણે જે સ્ત્રી તેના સેથામાં સિંદૂર લગાવે છે તેના પતિની રક્ષા માતા પાર્વતિ પોતે કરે છે. તેને બધી ખરાબ નજરથી પણ બચાવીને રાખે છે.

સિંદૂર છુપાવવું નહીં :

અત્યારે આધુનિક યુગમાં ઘણી સ્ત્રીઓ ખાલી દેખાવ માટે જ સિંદુર લગાવે છે. શાસ્ત્રોમાં મુજબ સિંદુર દેખાય તે ઘણું સારું મનાય છે. જો તમે તેને છુપાવશો તો તેનાથી તમારા પતિના માનમાં ઘટાડો થતો જણાશે. તેથી એવું માનવામાં આવે છે કે તેને જેતાઈ લાંબી પાથીએ લગાવીએ એટલું પતિનું માન વધે છે.

નાકની સિદ્ધમાં લગાવવું :

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારે કંકુને હમેશા માટે નાકની સિદ્ધમાં લગાવવું કારણકે વાકું લગાવશો તો તેનાથી પતિના ભાગ્ય ખરાબ થાય છે. આ સિવાય તે હમેશા માટે પરેશાનીમાં રહેશે.

માતા લક્ષ્મીના સન્માનનું પ્રતિક :

માથામાં કંકુ લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અને સારા નસીબનું પ્રતિક મનાય છે. તેની સકારાત્મક ઉર્જા મહિલાને અને તેના પતિ પર તેની ખૂબ સારી અસર પાડે છે. તેનાથી આપણે તંદુરસ્ત અને ભાગ્યશાળિ રહી શકીએ છીએ.

એકાગ્રતામાં વધારો કરે છે :

શાસ્ત્રો પ્રમાણે હળદરની સાથે તમારે કંકુ લગાવવું ઘણું શુભ મનાય છે. તેનાથી તમારી એકાગ્રતા વધે છે. તેની સાથે તેનાથી મનને શાંતિ પણ આપે છે. તેનાથી ઘણી બીમારી અને ખામીથી બચાવે છે.

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું :

પુરાણો પ્રમાણે તમારે કોઇ બીજાની સામે ક્યારેય સિંદુર ન લગાવવું તેનાથી તમારા પતિને નજર લાગી શકે છે. તેનાથી પ્રેમ પણ ઓછો થઈ શકે છે. તમારે કોઈને પણ તમારું સિંદુર આપવું ન જોઈએ અને તમારે કોઈ પાસેથી કંકુ લેવું પણ ન જોઈએ. તમે જ્યારે સિંદુર લગાવતા હોય ત્યારે તમારે માતા પાર્વતિનું સ્મરણ કરવું જોઈએ.

જો શક્ય હોય તો તમારે તમારા પતિના હાથેથી રોજે સવારે સિંદુર લગાવવું. આ શક્ય ના થાય તો તમારે સપ્તાહમાં બે વાર તો સિંદુર પતિ પાસે લાગવવું જ જોઈએ. જો તમારું સિંદુર જમીન પર પડે ત્યારે તમારે તેને ફરી ઉપયોગમાં ન લેવું જોઈએ. આ અપશુકનિયાળ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *