આ મહિલાના બેંક ખાતામાં ભુલથી જમા થયા આટલા લાખ, પછી મહિલાએ જે કર્યું એ તમને માનવામાં નહિ આવે

અત્યારના આ ડીજિટલ જમાનામાં એક બાજુ સગવળતા વધી છે તો તેના અમુક ગેરફાયદા પણ છે જેમકે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ ને પૈસાની લેવળ દેવળ માં ભૂલ કરે છે તો તે મોંઘી સાબિત થાય છે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે કચ્છ ખાતે આવેલ માંડવી શહેરની ત્યાં માંડવી શહેરમાં એક મહિલા સાથે આવી જ એક ઘટના બની કે જેમાં તેના ખાતામાં અચાનક જ લાખો રૂપિયાનો વરસાદ થયો એવું નહિ આવું તો ઘણી વાર બનતું હોય છે કે જેમાં એક ગરીબ માણના એકાઊંટ પૈસા થી ભરાય જાય છે આ એક મિસ પ્રોસેસ અથવા તો ભૂલ પણ કહી શકાય

આપણે વાત કરી રહ્યા છીએ માંડવીની બેંક ઓફ ઇન્ડિયાના કે જ્યાં એક મહિલા ગ્રાહકના બેન્કના ખાતામાં કોઇપણ કારણોસર ભુલથી ૧.૪૭ લાખ એટલે કે દોઢ લાખ જેટલી રકમ એ જમા થઇ ગયા હતા. પણ જોકે બાદમાં આ મહિલા ગ્રાહકે તરત જ બેંકને જાણ કરી અને આ મહિલાને જેના પૈસા હતા તેને શોધી અને તેને પરત કર્યા હતા.

વધારે માં જાણવા મળ્યું હતું કે આ પૈસા કોઈ એન આર આઇ એ પોતાની પત્નીને પૈસા મોકલ્યા હતા જે આ મહિલા ગ્રાહકના ખાતામાં ભૂલથી જમા થઈ ગયા હતા જેમને આ મહિલાએ હેમ ખેમ પાછા કરી એક સાચા અને ઈમાનદાર વ્યક્તિની ઓળખ આપી છે

જયારે આ મહિલાને ખબર પડી કે પોતાના ખાતામાં આ પૈસા જમા થાય છે તો તરત જ આ મહિલાએ આ પૈસા એ સાચા ગ્રાહકને શોધી અને તે બધી જ રકમ એ પરત કરી દેવાની નિષ્ઠા દાખવી

મૂળ તો આ પૈસા એ મસ્કાના અને હાલ રોજગારી માટે તેને સિસલ્સ સ્થાઇ થયેલા અને કેરાઇ મનસુખ ભાઇએ પોતાના ઘરે આ માંડવીમાં પત્ની કેરાઇ હીરબાઇના ખાતામાં રૂા. ૧.૪૭ લાખની રકમ જમા એ કરાવી હતી. અને જે રકમ એ ભૂલથી મૂળ માંડવીના રહેવાસી રાધાબેન રતનશી ખારવાના ખાતામાં જમા થતા તેમની પુત્રી જે અત્યારે એડવોકેટ છે જેનું નિશાબેન છે તેને આ મેસેજ આવ્યો હતો.

નિશા બેન એ પોતાની માતાના ખાતામાં આટલી મોટી રકમ એ ભુલથી જમા થતા જોતા જ તેઓએ આ મુળ ગ્રાહકને શોધી લીધા હતા અને તેમણે આ હિરબાઇને ત્યાની બેંકમાં બોલાવી અને ચેકથી આ રકમ એ પરત કરી અને માનવતાનો અને ઈમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું. અને આ બેંકના કર્મચારીઓએ પણ નિશાબેનનો આભાર માન્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published.