આ માણસ આશરે ૧૩૦ ફૂટ ઊંચા પર્વત ના શિખર પર રહે છે, કારણ જાણી ને તમને પણ થશે આશ્ચર્ય

આશરે ૧૩૦ ફૂટ ઊંચા પર્વત ના શિખર પર રહે છે આ માણસ અને તેમાં પણ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ માણસ અહિયાં પોતાના ઘર મા એકલો રહે છે. આ માણસ નુ નામ છે મૅક્ઝિમ. સમગ્ર વિશ્વ મા ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે જેના વિષે જાણીને આપણે આશ્ચર્ય મા મુકાઈ જતા હોઈએ છીએ અને સાથોસાથ ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે કે જેના વિષે આપણે વિચાર્યું પણ ના હોય.

આજ ના આ આર્ટીકલ મા પણ એવા જ એક અવિશ્વસનીય સ્થળ તેમજ માનવી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે તમને આશ્ચર્ય મા મૂકી દેશે. વાત કરવામા આવે છે જ્યાર્જિયા ની એક એવી જગ્યા ની છે કે જ્યાં ૧૩૦ ફૂટ ઊંચો પર્વત શિખર છે અને આ પર્વત ના શિખર પર એક માણસે ઘર બનાવ્યું છે અને તે ત્યાં જ વસે છે. આ સાથે બીજી આશ્ચર્ય ઉપજાવે તેવી વાત તો એ છે કે આ વ્યક્તિ આ ઘર મા એકલો રહે છે.

આ માણસ અહિયાં આશરે છેલ્લા ૨૫ વર્ષો થી આ રીતે એકલો રહે છે. આ ૧૩૧ ફૂટ ઉચાઇ પર એક ચૂના નો પત્થર છે કે જે કાકેશસ પર્વત ના ખોળા મા આવેલો મનાય છે. આશરે ૧૫મી સદી સુધી આ જગ્યા નિર્જન હતી, ત્યારબાદ આ જગ્યા પર ઘણા સાધુઓ એ આવી ને વસવાટ કર્યો અને અત્યારે મૅક્ઝિમ છેલ્લા ૨૫ વર્ષ થી અહિયાં એકલા રહી પોતાનું જીવન ગુજારે છે. સાધુ બનતા પૂર્વે મેક્સિમ એક ક્રેન ઓપરેટર તરીકે ના કામ સાથે સંકળાયેલો હતો.

૧૯૯૩ ના વર્ષ મા તેણે સાધુધર્મ અંગીકાર કર્યો અને આ શિખર ની ટોચ પર એકલો રહેવા લાગ્યો. આવું કરવા પાછળ નું મુખ્ય કારણ જણાવતા તે કહે છે કે આ પર્વત પર ભગવાન નો વાસ છે તેમજ ત્યાં રહેવા થી તે પ્રભુ સાથે જોડાયેલો રહે છે. આ માણસ અઠવાડિયા મા માત્ર બે જ વખત નીચે ઉતરે છે. આ પર્વત પર થી નીચે આવવા માટે તેને અહિયાં બનાવેલી ૧૩૧ ફૂટ ની સીડીઓ ને પાર કરવી પડે છે.

આ પર્વત પર ચઢવામા આશરે ૨૦ મિનિટ નો સમય લાગે છે. આ પર્વત ને “કાત્સ્ખી પિલર” ના નામે થી ઓળખવા મા આવે છે. જો મૅક્ઝિમ ને કોઈપણ વસ્તુ ની જરૂરત પડતી હોય તો તેના ચાહકો તેના સુધી તે વસ્તુઓ પહોંચાડી આપે છે. જ્યારે તેના દ્વારા સાધુ નો વ્રત લેવા મા આવ્યો અને તેને પ્રથમ વખત આ શિખર પર જવા નુ થયું ત્યારે તેનું જીવન એટલું સેહલું ન હતું.

ત્યાર ના દિવસો ને યાદ કરતા તે જણાવે છે કે અહિયાં શરૂવાત ના બે વર્ષો સુધી તેને ઘણી તકલીફો નો સામનો કરવો પડ્યો હતો. તેને ત્યાં ના હવામાન થી બચવા માટે જૂની ફ્રીજ મા પણ સુવું પડ્યું હતું. ત્યારબાદ ઘણા ખ્રિસ્તી ધર્મ ના સમર્થકોએ પહેલા થી ત્યાં રહેલી એક જૂની અને ઝરઝરીત ઝૂંપડી નુ નવીનીકરણ કરી આપ્યું અને ત્યારબાદ તે એકલો ત્યાં રહેવા લાગ્યો. આ પર્વત પર જવા માટે સામાન્ય વ્યક્તિ ને મંજૂરી મળતી નથી અલબત્ત તમે પણ તમારું ભાગ્ય અજમાવી શકો છો!

 

Leave a Reply

Your email address will not be published.