આ મોટા દેશમાં આવી ગયો 6.1 નો ભુકમ્પ, સુનામી ની આપવામાં આવી ચેતવણી, અગાઉ આ દેશોમાં વિનાશ વેરી ચુક્યો છે સુનામી….

અમેરિકા યુએસ જોયોલોજીકલ સર્વેની રિપોર્ટએ ભારતીય મહાસાગરમમાં સુનામીની સંભાવના જાહેર કરી છે. યુએસ જિયોલોજીકલ સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ તિમોર દ્વીપમાં 27 મેના 6.1 તીવ્રતાના ભૂકંપની સૂચના આપી છે. એજન્સીએ કહ્યું છે કે આ ભૂકંપ પછી સુનામી આવી શકે છે. આ ભૂકંપ લગભગ પૂર્વી કિનારાથી લગભગ 51.4 કિલોમીટર ઊંડાઈમાં આવ્યો છે. આ એરિયા પૂર્વી તિમોર અને ઈન્ડોનેશિયાને બે ભાગમાં વહેંચે છે.

અમેરિકા એજન્સીના રિપોર્ટ પ્રમાણે ઇંડિયન ઓશિયન સુનામી વોર્નિંગ એન્ડ મિટીગેશન સિસ્ટમ તરફથી તિમોર કે જે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે, અહિયાં સુનામીની ચેતવણી જાહેર કરી છે તેનો અર્થ એ છે કે અહિયાં ફરીથી ભૂકંપ આવી શકે છે. તમને જણાવી દઈએ કે ઈસ્ટ તિમોરને તિમોર લેસ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે.

જે દ્વીપ દેશ છે, જેના પૂર્વમાં ઈન્ડોનેશિયા અને દક્ષિણ ઓસ્ટ્રેલીયામાં સ્થિત છે, અહિયાં સમુદ્ર રીફ ખૂબ વધારે જોવા મળે છે. તિમોર લેસ્ટની રાજધાની દિલી છે જેને 1975માં પોર્ટુગલ થી આઝાદની લડાઈ લડી અને 2002માં ઈન્ડોનેશિયાથી અલગ થઈ.

જે રીતે 6.2 તીવ્રતાના ભૂકંપ ઈન્ડોનેશિયાના નોર્થ સુમાત્રામાં ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો, તેના લીધે ઘણા લોકોનો જીવ ચાલ્યો ગયો હતો. એ પછી 2004માં 9.1 તીવ્રતાનો ભૂકંપ સુમાત્રા તટ પર આવ્યો હતોઈ એ પછી સુનામી આવી હતી અને 2.2 લાખથી વધુ લોકોનો જીવ આ સુનામીમાં ચાલ્યો ગયો હતો. એ પછી કિનારાના લોકોને દૂર જવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સુનામીની ચેતવણી પછી એ આખા ક્ષેત્રને ખાલી કરવી દેવામાં આવ્યો હતો, સ્થાનીય અધિકારી તેની માટે જરૂરી કામ કરે છે. ચેતવણીને સંશોધિત કરવામાં આવે છે. પરિસ્થિતિને જોતાં તેમાં બદલાવ લાવતા હોય છે.

જણાવી દઈએ કે આ પહેલા દક્ષિણ પેરુમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ખૂબ જ શક્તિશાળી ફટકો હતો. સવારે 7 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અજનગરોથી 13 કિમી પશ્ચિમ-ઉત્તરમાં હતું.

તે સપાટીથી નીચે 217 કિમીની ઊંડાઈ પર હતું. ભૂકંપના આંચકાએ બોલિવિયાની રાજધાની લા પાઝ, પેરુના કેટલાક શહેરો અરેક્વિપા, ટાક્ના અને કુસ્કોની કેટલીક ઈમારતોને હચમચાવી નાખી હતી. જો કે, આ આંચકાઓને કારણે કોઈ નુકસાન થયું નથી.

 

Leave a Reply

Your email address will not be published.