આ પાંચ વસ્તુઓનુ કરો હમેંશા ઘરેથી દાન, વરસશે માતા લક્ષ્મીની કૃપા અને પ્રાપ્ત થશે અઢળક ધન…

આપણાં શાસ્ત્રો માં દાન-પુણ્ય ને પહેલે થી જ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દાન નો મહિમા અનેરો છે. જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી ભગવાન તમારા પર ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે. દાન તો ઘણી બધી વસ્તુઓનું કરી શકાય છે. તેમાં આજે આપણે વિશેષ પાંચ વસ્તુઓના દાનનું મહત્વ વિશે જાણીશું.

આ પાંચ વસ્તુઓ છે, પીળું વસ્ત્ર, પીતળ અથવા તાંબાની વસ્તુ, પૈસા, નાળિયેર તેલ અને પશુઓને ભોજન. આ પાંચ વસ્તુનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી લોકોને જીવન માંથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તે માણસ કોઈ દિવસ દિવસ મુશ્કેલીમાં મૂકતો નથી.

પીળા વસ્ત્રનું દાન કરવાથી માતા લક્ષ્મી ની કૃપા હંમેશા તમારા પર રહેશે. તમારા ઘરમાં ચાલતી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને આવકમાં વધારો થશે. જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘરમાં ક્યારેય ધન ની કમી નહીં થાય. તેથી પીળા વસ્ત્ર નું દાન અવશ્ય કરવું.

તાંબા કે પીતળ ની વસ્તુ દાનમા આપવાથી ઘરમાંથી બિમારી દૂર થાય છે. જો તમારા ઘરમાં કોઈને લાંબા સમયથી બીમારી હોય જે દૂર ન થતો હોય તો તમે તાંબા અથવા પિતળ ના વાસણ દાન માં આપવાથી આ બીમારી દૂર થઈ જશે અને પરિવારમાં બધા લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

નાળિયેર તેલ દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દાન માં આપવાથી તમારા ઘરમાં ચાલતા ઝઘડા નો અંત આવશે. માત્ર ઘરમાં જ નહીં જીવનમાં ચાલતી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. તેથી જરૂરિયાતમંદ લોકોને નાળિયેર તેલ નું દાન કરવું જોઈએ.

પૈસાનું દાન કરવાથી તમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જશે. સિક્કા દાનમા આપવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. તમારા ઘરમાં બધી સુખ-સુવિધામાં વધારો થશે. પ્રાણીઓને ભોજન કરાવવાથી તમને સારા ફળની પ્રાપ્તિ થશે. મૂંગા અને ભૂખ્યા પશુઓને ભોજન આપવું એ તો મોટું પુણ્ય ગણાય છે. તેનાથી તમારી સફળતા ના માર્ગ ખુલી જશે. તમારા જીવન અને તમારા કાર્યમાંથી બધી અડચણ દૂર થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે.

દાન આપવાથી દુઆ મળે છે. તેનાથી ભગવાન હંમેશા તમારા પર ખુશ રહે છે અને તેની કૃપા દ્રષ્ટિ તમારા પર વરસતી રહેશે. તેથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને જીવનમાં ખુશીઓ આવશે. બધા કાર્યમાં સફળતા મળશે અને પરિવાર પણ હળી મળી ને રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *