આ રીતે તમારી ઘરે જ બનાવો ભાવનગરી સોફ્ટ ગાંઠિયા, દરેક લોકોને ભાવશે

આમ તો ખાસ કરીને સવારની ચા સાથે તમને ઘણા લોકોને નાસ્તોન કરવાની એ આદત હોય છે પરંતુ જો તમે રોજ રોજ શુ નાસ્તો બનાવવો તે માટે તમારે કેટલીક વખત કન્ફ્યૂઝ એ થઇ જવાય છે માટે તો આજે અમે તમને તમારા માટે એક સરસ મજાની રેસીપી લઇને આવ્યા છીએ કે જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. અને તમે ઘણી વખત આ બજારમાંથી ગાંઠિયા લાવીને નાસ્તો કરો છો પરંતુ આ ગાંઠિયા એ ઘરે જ બનાવવામા આવે તો કેવુ રહેશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ગાંઠિયા.

ગાઠીયા બનવાની સામગ્રી

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧/૨ કપ તેલ
  • ૨ ચમચી મીઠું
  • ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • ૧ નાની ચમચી અજમો
  • ૧ ચપટી હિંગ
  • ૨ ચમચી વાટેલાં કાળામરી
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

સૌપ્રથ તમારે એક મોટા બાઉલમા ચણાનો લોટ લો અને આ લોટ એ બાંધવા માટે તમારે તેલ ગરમ કરવુ અને આ તેલ ગરમ થઈ જાય એટલે તમારે ગેસ એ બંધ કરી અંદર મીઠુ અને સોડા એ નાખી મિક્સ કરી આ તમારે તેલને ચણાના લોટમા મિક્સ કરી દો અને ત્યારબાદ તમારે ચણાના લોટમા હિંગ અને કાળામરી અને અજમો એ મસળીને નાખો અને ત્યારબાદ મસળીને થોડું થોડુ પાણી એ ઉમેરતા જાઓ અને લોટ તૈયાર કરો.

આ સિવાય જેના માટે તમે લોટ એ એકદમ સોફ્ટ હોવો જરૂરી છે અને આટલો લોટ એ બાંધવા માટે તમારે લગભગ પોણો કપ પાણી લાગશે. અને આ લોટને તમારે લગભગ ૧૦ મિનિટ સુધી ફેંટીને તૈયાર કરવો અને ત્યારબાદ તમારે સેવ પાડવાના સંચામા આ મોટી જાળી સેટ કરો અને તેને હાથમા થોડુ તેલ એ લગાવી લોટ અંદર ભરો અને બીજી તરફ તમે તેલ એ ગરમ કરવા મૂકવુ અને આ ગાંઠિયા માટે તેલ મિડિયમ ગરમ હોવુ જોઇએ.

આ સિવાય તેલ એ ગરમ થઈ જાય એટલે તમારે તેલમા ગાંઠિયા પાડવા અને તેને વ્યવસ્થિત તળવા બસ તૈયાર છે સોફ્ટ ગાંઠિયા. બસ તૈયાર છે માટે આ ગાંઠિયા માટે તમારે લોટ અને રોટલીના લોટ કરતા પણ વધુ સોફ્ટ હોવો જોઇએ. અને આ ગાંઠિયાને તમારે એરટાઇટ ડબ્બામા એક દોઢ મહિના સુધી તમારે સ્ટોર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.