આ શહેરમાં હિંસા બાદ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ, 1200 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો

શુક્રવારના દિવસે ખાલિસ્તાન વિરોધ પ્રદર્શનમાં પટિયાલા માં આઈજી તરીકે ફરજ બજાવતા રાકેશ અગ્રવાલ તેમજ એસએસપી નાનક સિંહને પોસ્ટ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે પટિયાલા શહેર ના નવા IG તરીકે દિપક પરીખ ની પસંદગી કરવામાં આવી છે. તેમજ સીટી એસપીને પદ પરથી હટાવ્યા બાદ નવા વજીર સી ને પદ ઉપર બેસાડવામાં આવ્યા છે. તેમજ ડીએસપી તરીકે અશોકકુમારને પટિયાલા માંથી હટાવી દેવામાં આવ્યા છે.

પટિયાલા શહેર માં કાલી માતા ના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેની વધુ કાર્યવાહીની માગ કરવામાં આવી રહી હતી. તેમ જ હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે સવારે 9:00 થી સાંજના 06:00 સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તેમજ ડોંગલ થી પણ ઈન્ટરનેટ નો ઉપયોગ કરવામાં આવશે નહીં. હજારોની સંખ્યામાં પોલીસ ત્યાં સુરક્ષા માટે ઉતરી ગઈ છે.

શુક્રવારે સવારે ખાલિસ્તાની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે શીખ અને હિંદુ સંગઠનનું સામસામે આવી ગયા હતા. હિન્દુ સંગઠનના પ્રદર્શન દરમિયાન શીખ સંગઠન ના લોકો વિરોધ કરવા માટે ત્યાં આવી ગયા હતા. થોડા સમય બાદ વાતાવરણ ખુબ જ ગંભીર બની ગયું હતું અને ત્યાં પથ્થરમારો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળ ઉપર પોલીસ બોલાવવામાં આવી હતી ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર કાબુ લેવામાં આવ્યો હતો.

આ ઘટના ખૂબ જ ગંભીર રીતે જોવા મળી હતી અને ત્યાં પોલીસ દ્વારા કરફ્યુ લગાવી દેવામાં આવ્યું હતું તેમજ થોડા સમય માટે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે અને શિવસેનાના આગેવાન હની સિંહની ધરપકડ કરી દેવામાં આવી છે.

તેમજ ઘટના સ્થળ ઉપર શિવસેના દ્વારા ખાલિસ્તાની વિરુદ્ધ પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ જાણ થતા ખાલિસ્તાની ના સમર્થકોએ વિરોધ કરવા માટે આવી ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી કેટલાક લોકોમાં ત્યાં મંદિરે તલવાર લઈને પહોંચ્યા હતા.

આ દરમિયાન રણવીર શિખ ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ એસએસપી કાબુ મેળવવા માટે આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ હતી ત્યારબાદ તેમને હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.