આ સુંદર બગીચામાં જવાની જેને પણ કરી ભૂલ, એ ક્યારેય નથી આવ્યું પાછું, હવે જવાના નામથી પણ ગભરાય છે લોકો

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જેનું રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. એવી ઘણી જગ્યાઓ છે જેનું નામ સાંભળતા જ લોકો ધ્રૂજવા લાગે છે. જો તમને એવા બગીચામાં જવાનું કહેવામાં આવે કે જ્યાંથી કોઈ વ્યક્તિ ક્યારેય પાછી આવતી નથી અને ત્યાં તેનું મૃત્યુ થઈ જાય છે, તો તમે ત્યાં જવાનું પસંદ કરશો.

ચોક્કસ તમારો જવાબ ના હશે. આવો જ એક બગીચો છે. જ્યાં લોકો જવાનું તો દૂર તે જગ્યાનું નામ સાંભળીને પણ ગભરાઈ જાય છે. લોકોને આ બગીચામાં ક્યારેય એકલા જવાની સલાહ આપવામાં આવતી નથી. અહીં લોકો હંમેશા ગાર્ડ સાથે જાય છે. જો કોઈ ભૂલથી પણ આ બગીચામાં જાય તો તે જીવતો પાછો આવતો નથી.

 

 

આ બગીચો નોર્થમ્બરલેન્ડ, યુનાઇટેડ કિંગડમમાં છે. બગીચાનું નામ એલાનવિક પીંજન ગાર્ડન છે. તેને દુનિયાનો સૌથી ખતરનાક બગીચો કહેવામાં આવે છે. એલનવિક ગાર્ડન્સ ઉત્તરી ઈંગ્લેન્ડના સૌથી સુંદર આકર્ષણોમાંનું એક છે. અહીંયાના રંગબેરંગી છોડ, મેનિકયોર કરવામાં આવેલા ટોપિયર, સુગંધી ગુલાબ અને કેસકેડિંગ ફુવારાઓની હારમાળા દર્શકોને પોતાના તરફ આકર્ષિત કરે છે.

અલ્નવિક ગાર્ડનની હદમાં આવેલા કાળા લોખંડના દરવાજા પર સ્પષ્ટ લખેલું છે કે ફૂલોને રોકાઈને સૂંઘવા અને તોડવાની મનાઈ છે. આ ગાર્ડન હવે પોઈઝન ગાર્ડનના નામથી પ્રખ્યાત છે. આ બગીચો 100 કુખ્યાત હત્યારાઓનું ઘર છે. આ બગીચામાં ગયા પછી જો સહેજ પણ ભૂલ થઈ જાય તો તમારો જીવ પણ જઈ શકે છે.

બગીચામાં પ્રવેશતા પહેલા પ્રવેશદ્વાર પર ચેતવણી લખેલી છે. આ સિવાય ખતરાના નિશાન પણ બનાવવામાં આવ્યા છે. આ બગીચો લગભગ 14 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. બગીચામાં લગભગ 700 ઝેરી છોડ છે. તમારી મુલાકાત દરમિયાન ગાઈડ તમને આ વૃક્ષોના ઝેરી ગુણધર્મો વિશે જણાવશે. આ ઝેરી છોડનો ઉપયોગ શાહી દુશ્મનોને હરાવવા માટે કરવામાં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published.