” આ તો ક્યાંયથી પણ દુલહન નથી લાગી રહી” ફેન્સને ન ગમ્યો લગ્ન પછીનો આલિયા ભટ્ટનો લુક

ગયા અઠવાડિયે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચારોથી ન્યૂઝ ચેનલો છલકાઈ ગઈ હતી, લગ્ન પહેલા પણ તેમના રિલેશન અને તેમની લવ સ્ટોરી હેડલાઈન્સમાં હતી અને હવે લગ્ન પછી પણ તે એક યા બીજી બાબતને લઈને હેડલાઈન્સમાં છે.ક્યારેક ફોટોશૂટ માટે તો ક્યારેક કંઈક અન્ય વાતને લઈને .

ઘણી અટકળો બાદ આખરે રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આલિયાના લગ્નની તમામ રોયલ અને સુંદર તસવીરો જોયા બાદ લોકોની અપેક્ષાઓ વધી ગઈ હતી અને તેઓ લગ્ન પછી નવી દુલ્હનની એક ઝલક મેળવવા માટે બેતાબ હતા.

ઘણી રાહ જોયા પછી તેની પ્રથમ ઝલક જોવા મળી, પરંતુ આલિયાએ લોકોને ઘણા નિરાશ કર્યા. કદાચ, લોકોને અભિનેત્રીની આ નવો અંદાજ પસંદ ન આવ્યો. આલિયા ભટ્ટ પહેલીવાર મંગળવારે એટલે 19મી તારીખે નિર્માતા કરણ જોહર, અભિનેત્રી શબાના આઝમી અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેનો લુક એકદમ સિમ્પલ લાગતો હતો.

આલિયાએ બેબી પિંક કલરનો સૂટ અને લાઇટ મેકઅપ કેરી કર્યો હતો. જ્યાં એક તરફ લોકોએ તેના લુકના ખૂબ વખાણ કર્યા, તો બીજી તરફ, કેટલાક લોકોએ તેને એ વાત માટે ટ્રોલ કરી કે અભિનેત્રીએ સિંદૂર અને મંગળસૂત્ર નથી પહેર્યું.

 

View this post on Instagram

 

A post shared by vicky❤katrina (@vickat.moment)

હવે લોકો તેને સવાલ કરી રહ્યા છે કે તેના લગ્ન થયાને એક અઠવાડિયું પણ નથી થયું અને તેણે હાથમાં ચુડો, માંગમાં સિંદૂર નથી લગાવ્યું. એવું શું કારણ કે તેમને આવું કરવુ પડ્યું? કેટલાક લોકોએ મજાકમાં લખ્યું છે કે ‘જો અમારી ત્યાં હોત તો સાસુ એને કુટી નાખતી’. કેટલાક લોકોએ કેટરિના કૈફનો ઉલ્લેખ કરીને લખ્યું, ‘તે ક્યાંયથી દુલ્હન જેવી દેખાતી નથી, તેના કરતા તો કેટરિના કૈફ સારી હતી.’

Leave a Reply

Your email address will not be published.