આ યુવક ને સિંહ સાથે મશ્કરી કરવી પડી ખૂબ જ ભારે,સિંહ ગુસ્સામાં આવીને કર્યું કંઈક એવું કે .. જુઓ વિડિયો

કેટલાક લોકોને અડપલા કરવાનું ખૂબ જ શોખ હોય છે અને જંગલી પ્રાણીઓ સાથે તો કોઈ દિવસ અડપલા કરવા જોઇએ નહીં. અને જો જંગલી પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વાઘ અને સિદ્ધિ તો હમેશા બચીને રહેવું જોઈએ પ્રાણીસંગ્રહાલયમાં હંમેશા તેમનાથી દૂર રહેવા માટે બોર્ડ લગાવવામાં આવતા હોય છે. છતાં પણ કેટલાક લોકો તેમને નજીક જવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે અને મોટી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે જેના કારણે તેમને ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં નજર આવી રહ્યું છે કે આ આફ્રિકાના પ્રાણીસંગ્રહાલય નો વિડીયો છે જેમાં એક વ્યક્તિ આ મુલાકાત માટે ગયો હતો અને સિંહના પાંજરા સાથે ખૂબ જ મજા કરી રહ્યો હતો પરંતુ તે મજાકમાં તેને ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી હતી. જેના કારણે તેને આજીવન આ કિસ્સો યાદ રહેશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં નજર આવી રહ્યો છે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માં આવેલા વ્યક્તિઓ સિંહ ના ફોટા લઈ રહ્યા હતા તે સમયે એક વ્યક્તિને અલગ જ મજાક સુજી હતી ત્યારે તે સિંહના પાંજરા જોડે જઈને નાટક કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારે આ વ્યક્તિ ની મસ્તી ને થોડી પણ પસંદ ન આવી હતી. ત્યાર બાદ સિંહ ગુસ્સામાં આવી ગયો હતો અને યુવકના હાથ મોઢામાં નાખી દીધું હતો.

યુવક એ પોતાનો જીવ બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતો હોય છે અને અંતે સિંહ ના મોઢા માં થી પોતાનો હાથ છોડાવી શકે છે ત્યારે માણસ ની આંગળી ચાવી ખાધી હોય છે. અને આ વિડીયો સૌપ્રથમ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો અને આજે ખૂબ વધુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.