આ યુવક મધમાખી ના પુરા પરિવારને પોતાના હાથ ઉપર બેસાડી ને ફરતો હતો

મોટાભાગના લોકો મધમાખી થી ખૂબ જ ડરતા હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમને ખૂબ જ હિંમત મળશે અને મધુમખ્ખી થી ડર ખૂબ ઓછો થઈ જશે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે જ્યાં એક યુવકે પોતાના હાથ ઉપર હજારો મધમાખી ને લઈને ચાલી રહ્યો છે. આ વિડીયો બ્રિટિશ વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે અને ખૂબ જ ઝડપી વાયરલ બની રહ્યો છે.

 

ત્યારબાદ આ વીડિયોમાં શેર કરતા નીચે લખવામાં આવ્યું હતું કે તેને રાણી મધુમખ્ખી ને પોતાના મુઠ્ઠીમાં પકડી પાડી છે તેમજ આ વિડિયો થોડા સમય પહેલાં શેર કરવામાં આવ્યો છે જે એક લાખ છત્રીસ હજાર થી વધુ લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર નિહાળ્યો છે. તેમજ આ યુવક ટીશર્ટ પહેરીને રસ્તા ઉપર ચાલતા નજર આવી રહ્યો છે.

વિડીયો જોતા એવું લાગે છે કે મધમાખી યુવકના હાથ ઉપર ઘર બનાવીને બેસી છે જાણે આ યુવકના હાથ ઉપર મદ લગાવવામાં આવ્યું હોય. તેમજ આ યુવક અને મધમાખી બજારમાં નજર આવ્યા હતા. ત્યાં રહેલા સ્થાનિક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

યુવક સાથે વાતચીત કરતા યુવકે જણાવ્યું કે રાણી મધમાખી ને પોતાના હાથમાં બંધ કરી દીધી છે માટે દરેક મધમાખી પોતાના હાથ ઉપર બેસી ગઈ છે જ્યાં પોતાની રાણી મધમાખી હોય છે ત્યાં બીજી મધમાખીઓએ જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.