આજનું રાશિફળ : જાણો કઈ રાશીને થશે ધનલાભ અને કોણે રહેવું જોઈએ સતર્ક.

મેષ :

આજનો તમારો દિવસ થોડો મુશ્કેલીથી ભરેલો રહેશે. સંતાન તરફથી નિરાશા મળશે. તમારે આજે કોઈને કડવા વચન કહેવાથી બચવું જોઈએ. આમ નહીં કરો તો પરિવારમાં મનભેદ થઈ શકે છે. તમારા આજના દિવસમાં થોડું દાન કરશો, આમ કરવાથી તમને લાભ થશે. કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઈ નજીકની વ્યક્તિ સાથે વિવાદ થશે.

વૃષભ :

રાજનીતિ સાથે જોડાયેલ લોકો માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. તમને ના ગમતા લોકો સાથે મુલાકાત થશે. પરિવારમાં કોઈ બીમાર થવાની શક્યતા છે. કોઈપણ નવી જગ્યા કે વસ્તુમાં ઇન્વેસ્ટ કરતાં પહેલા અનુભવી મિત્રોની સલાહ જરૂર લેવાનું રાખો. નોકરી કરતાં લોકોને અને મહિલા મિત્રોન ધનલાભના યોગ છે. મિત્રો સાથે ક્યાંય દૂર જવાનો પ્લાનિંગ બનાવી શકો છો.

મિથુન :

આજે તમારે એકસાથે ઘણા બધા કામ પાર પાડવાના છે. તમારી મુશ્કેલીઓમાં થોડો વધારો થશે, મણ શાંત રાખી સમજી વિચારીને કોઈ મહત્વનો નિર્ણય લેવો. ઉતાવળ કરવી જોખમ સાબિત થઈ શકે છે. તમારી મનગમતી વસ્તુ ખોવાઈ જવા કે ચોરાઈ જવાના યોગ છે. તમે ભેગા કરેલ ધનમાંથી આજે થોડું દાન કરવા પાછળ વાપરવું. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના.

કર્ક :

આજનો દિવસ તમારી માટે ઉત્તમ રહેશે. સ્થાયી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સપનું જલ્દી જ પૂરું થશે. આજે તમારા પ્રિય વ્યક્તિ સાથે સાંજ પસાર કરવાનો ચાન્સ મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ બની રહેશે. પ્રસ્તાવ મૂકવા માટે સારો દિવસ. વેપાર સાથે જોડાયેલ વ્યક્તિને ધનલાભ થશે. તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો થોડી મુશ્કેલી આવી શકે છે.

સિંહ :

આજનો દિવસ વેપારમાં કેટલીક નવી યોજનાઓ લાગુ કરવાનો છે. આમ કરવાથી લાભ વધશે અને આવકના નવા સ્ત્રોત મળશે. શિક્ષા અને પ્રતિયોગિતા ક્ષેત્રમાં સફળતા મળશે. નવા વિરોધીઓ ઊભા થશે. આજે આંખ સંબંધિત કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા બોલવામાં મીઠાશ લાવો. તમારા નવા મિત્રો બનશે અને તમને તેમનાથી ફાયદો થશે. કોઈને પૈસા ઉધાર આપતા પહેલા વિચાર કરવો પૈસા ડૂબવાનો ચાન્સ છે.

કન્યા :

આજનો દિવસ સારો ફળદાયી રહેશે. થોડામાં ઘણું એવો સંતોષ રાખવો. વેપારમાં તમારા પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. તમારી વાત બીજાને યોગ્ય રીતે સમજાવો આમ કરવાથી તમને પણ જાણવા મળશે અને બીજાના વિચાર પણ તમે સારી રીતે સમજી શકશો. નોકરી કરી રહેલ મિત્રોને પ્રમોશન અને પગારવધારો મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નોકરી શોધી રહેલ મિત્રોને સારો ચાન્સ મળશે.

તુલા :

આજે તમારી આજુબાજુ બધા ખૂબ ખુશ હશે. વેપારમાં લાંબા સમયથી અટકેલ પૈસા પરત આવશે. લેવડદેવડની વાતમાં ખાસ ધ્યાન રાખવું. તમારી સાથે છેતરપિંડી થવાના ચાન્સ છે. આજે પરિવાર સાથે માંગલિક પ્રસંગ પર જઈ શકશો. પ્રેમીઓ માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે. તમારા મનપસંદ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. ધાર્યા કરતાં વધારે ધનલાભ થતાં તમને અને પરિવારને ખૂબ ખુશી મળશે.

વૃશિક :

આજનો દિવસ ફળદાયી રહેશે. આજે ખાવામાં તકેદારી રાખવી હેલ્થી અને તાજું ભોજન કરવાનું રાખો. વિધ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા કે પછી કોઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો સફળતા મળશે. ધાર્મિક કાર્યમાં મન લગાવી શકશો. જમીન અને મિલકત સંબંધિત બાબતમાં સુખી થશો. કોર્ટ કચેરીમાં ચાલી રહેલ મુદ્દો તમારી તરફેણમાં રહેશે. તમારે આજે પૈસા પણ ખર્ચ થશે.

ધન :

આજે તમારા વિરોધીઓ તમારી સામે અનેક મુશ્કેલીઓ ઊભી કરશે તમારે તમારી હોશિયારીથી તેમને જવાબ આપો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સારો દિવસ છે. રાત્રે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે ધનલાભ થશે જેથી તમે પરિવાર સાથે આનંદથી સમય વિતાવી શકશો. જીવનસાથી સાથે ચાલી રહેલ તણાવનો અંત આવશે.

મકર :

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી ઓફર મળશે. જે લોકો ચાલુ નોકરીમાં પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળશે. તમારા ઘરમાં અચાનક મહેમાનનું આગમન થશે. ધનલાભ થશે અને પરિવારમાં ખુશખબરીઓ આવશે. સંતાન સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા પરિવારના અનુભવી લોકોની સલાહ લો. તમારા મિત્રો સાથે સામાજિક આયોજનમાં ભાગ લઈ શકશો.

કુંભ :

આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે. તમારા સંતાન પર થોડો ખર્ચ થઈ શકે છે. ડૉક્ટરની સલાહ લેવા જેવુ લાગે તો ઇગ્નોર કરશો નહીં. આજે તમારે થોડું શાંત લેવાનું જરૂરત છે. કોઈપણ બીજાના વિવાદમા પડવું નહીં. તમારા ઘરમાં વાદ-વિવાદ વધવાના ચાન્સ છે, આજે મણ શાંત અને ધ્યાન લગાવવા પ્રયત્ન કરો. આજે તમારા શત્રુઓ મજબૂત રહેશે. કોઈપણ વાત કે કામ કરતાં પહેલા વિચારો અને પછી જ મહત્વનો નિર્ણય કરો.

મીન :

આજનો દિવસ થોડો મુશ્કેલી ભરેલો રહેશે. તમારા સંતાનની શિક્ષા બાબતે થોડી ચિંતા જણાય. જો પરિવારમાં કોઈ પૈસા ઉધાર લેવા માટે આવે છે તો તેમની મદદ કરો. ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આજે કીમતી સમાનનું ખાસ ધ્યાન રાખો. તમારા પરિવાર પર થોડો ખર્ચ કરો. દાંપત્ય જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓનો અંત આવશે. નોકરી કરતાં મિત્રોને ધનલાભ થશે.

Leave a Reply

Your email address will not be published.