આજ રોજ શુક્ર કરશે કન્યા રાશિમા આગમન, જાણો કેવો પડશે આ પરિવર્તનનો રાશીજાતકો પર પ્રભાવ અને કેવું રહેશે તમારું આવનાર ભાગ્ય…?

વૃષભ રાશિ :

આ જાતકોને આવનાર સમયમા સંતાનો તરફથી ખુશીઓ મળી રહેશે. સમાજમા એકાએક નાણાકીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. સમાજમા આદર અને પ્રતિષ્ઠામા વૃદ્ધિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમા તમને આવનાર સમયમા અપાર સફળતા મળશે. પ્રેમ-સંબંધ બાબતે આવનાર સમય સફળતાથી ભરપૂર સાબિત થશે.

મિથુન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. આવનાર સમયમા તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ થવા જઇ રહી છે. આવનાર સમયમા તમે કોઈ નવા વાહનની ખરીદી કરી શકો છો. સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત અને ગાઢ બનશે. સ્વાસ્થ્ય બાબતે આવનાર સમય સાનુકુળ રહેશે.

કર્ક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશે. રોજગાર બાબતે આવનાર સમય ખુબ જ સારો રહેશે. આવનાર સમયમા તમને સહકાર્યકરો તેમજ ગૌણ અધિકારીઓનો તમને ભરપૂર સમર્થન મળશે. તમને તમારા ભાગ્યનો ભરપૂર સાથ-સહકાર મળી રહેશે. તમે જે પણ કાર્ય કરો છો તેમાં ચોક્કસપણે સફળતા મળશે. સમાજમાં આદર વધશે.

સિંહ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થઇ શકે. તમને આવનાર સમયમા મોટો નાણાકીય લાભ મેળવવાની સંભાવના બની રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. અભ્યાસ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અપાર સફળતા મળશે. સ્વાસ્થ્ય અબ્ગે આવનાર સમય ખુબ જ સારો રહેશે.


કન્યા રાશિ :

આ જાતકો માટે આવનાર સમય નાણાકીય ક્ષેત્રે લાભદાયી સાબિત થશે. તમે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવશો. જેમના લગ્ન નથી થયા તે લગ્ન કરી શકે છે. તમારી પાસે લગ્નની સારી તક રહેશે. આવનાર સમય ફળદાયી રહેશે. વ્યવસાય ક્ષેત્રે તમને મોટો એવો નાણાકીય લાભ મળશે. વિદ્યાર્થીઓનુ મન અભ્યાસ ક્ષેત્રે વ્યસ્ત રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

તુલા રાશિ :

આ જાતકોને આવનાર સમયમા મિત્રો પાસેથી સારો એવો લાભ મળી શકે છે. નાણાકીય ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ સાબિત થશે. કાર્યક્ષેત્રે તમને ભરપૂર પ્રગતિ મળશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. વ્યવસાય ક્ષેત્રે સંસાધનોમા વૃદ્ધિ થઈ શકે છે. જીવનસાથી નો ભરપૂર સહયોગ મળશે. ઘર-પરિવારમા ખુશીઓનુ વાતાવરણ બની રહેશે. તમારુ સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

વૃશ્ચિક રાશિ :

આ જાતકોને વ્યવસાય ક્ષેત્રે એકાએક ધનલાભ થવાનો યોગ સર્જાઈ રહ્યો છે. કાર્યક્ષેત્રે તમને અભૂતપૂર્વ સફળતા મળશે. પ્રેમ-સંબંધ બાબતે આવનાર સમય ખુબ જ સારો રહેશે. તમારા ઘર-પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વાહન ચલાવતા સમયે વિશેષ સાવચેતી રાખવી. તમારુ સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે.

મકર રાશિ :

આ જાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. તમે આવનાર સમયમા નવા કપડા અને ઘરેણાની ખરીદી કરી શકો છો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. કાર્યક્ષેત્રે કર્મચારીઓનો તમને ભરપૂર સાથ-સહકાર મળી રહેશે. તમારા ભાગ્યનો તમને ભરપૂર ટેકો મળી રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઘર-પરિવારમા ખુશીઓનો માહોલ બની રહેશે. પ્રેમ-સંબંધ મધુર બનશે.

કુંભ રાશિ :

આ જાતકોની આર્થિક સ્થિતિ આવનાર સમયમા મજબૂત રહેશે. તમારા જીવનમા ચાલતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંત આવશે. તમને તમારી બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આવનાર સમયમા તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો તમે ક્યાંક નાણાકીય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સારો એવો ફાયદો થવાની સંભાવના રહેશે.

મેષ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. શત્રુઓમાં વધારો થશે. તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન કરશે. તમારા જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. આવનાર સમયમા સફર કરતા સમયે આકસ્મિક ઘટના બનવાની સંભાવના સર્જાઈ રહી છે.

ધન રાશિ :

આ જાતકોએ આવનાર સમયમા શારીરિક વેદનાનો સામનો કરવો પડી શકે છે. તમારુ મન કોઈ અન્ય બાબતે ચિંતિત રહેશે. તમારે આવનાર સમયમા કાર્યક્ષેત્રે અનેકવિધ લોકોનો સામનો કરવો પડી શકે છે. તમારા સબંધીઓ સાથે કોઈ બાબત હેતુસર દલીલો થઈ શકે છે, તેથી તમારે સંયમ અને ધીરજથી કામ કરવુ પડશે.

મીન રાશિ :

આવનાર સમયમા આ જાતકોના માન-સન્માનને નુકસાન પહોંચી શકે છે. તમે કરેલી મહેનત મુજબ તમને પરિણામ નહીં મળે. તમારા જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સ્ત્રી જાતિના કારણે તમે અપમાનિત થઈ શકો છો. નાણાકીય હાનિનો તમારે સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય અંગે તમે વિશેષ કાળજી રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *