આજે જ જાણો આ દેસી ઉપચાર વિશે, કરશે પેટની ગેસ અને બળતરાની સમસ્યાને છુમંતર અને આપશે નીરોગી જીવન…

મિત્રો, આ સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની રીત ને લીધે શરીરમાં ઘણા ફેરફાર થાય છે. ખોરાક ની અનિયમિતતા ને લીધે શરીર બીમારી નું ઘર બની જાય છે. તેથી આજે આપણે પેટની સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર જોશું. ગેસ, એસિડિટી અને કબજિયાત આ ત્રણેય સમસ્યા એક બીજા સાથે સંકળાયેલી છે. જે લોકો કબજિયાત રહેતી હોય તેમણે ગેસ અને એસિડિટી થાય જ છે. આ ત્રણેય ના લીધે શરીરમાં અનેક રોગો પણ થાય છે. તે છે વાત, પિત અને કફ. શરીરમાં પિત્ત ને લીધે પેટ ને લગતી સમસ્યા થાય છે.

આ બધી સમસ્યા પાછળનુ મૂળ કારણ આપણો ખોરાક અને ખાવાની રીત છે. વધારે પડતો બહારનો ખોરાક ખાવાથી તેમજ નિયમિત સમયે અને વધુ પડતો ખોરાક ખાવાથી પેટની સમસ્યા થાય છે. આ ઉપરાંત ખાધા પછી તરત સૂઈ જવું કે ઠંડા પીણા પીવા ને લીધે પણ પેટની સમસ્યા થાય છે.

એસીડીટીને લીધે પેટ અને છાતીમાં બળતરા થાય છે. ગેસ ઘણા પ્રકારના હોય છે તેને લીધે પેટ ફૂલે છે અને ઊંધો ગેસ ચડવાથી માથું દુખવું અને ઉબાક થવાની સમસ્યા પણ થાય છે. તેથી આપણે આ બધી સમસ્યાઓને દૂર કરવી જરૂરી છે. તેના માટે આપણે આપણા ખોરાકમાં ફેરફાર કરવાની જરૂર છે. તો ચાલો આજે આ રોગને દૂર કરવા માટેના આયુર્વેદિક ઔષધો વિષે થોડું જાણીએ.

આ માટે તમારે પાણી ગરમ કરી તેમાં અજમો અને વરિયાળી નાખીને ઉકાળો. પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી તેમાં થોડું સિંધાલૂણ અને લીંબુ ઉમેરો. આ બધુ મિક્સ કરીને તેને ગાળી લો. આ ઉકાળા માં રહેલ અજમો પાચનશક્તિ મજબૂત કરે છે અને વરિયાળી મેટાબોલીસમ વધારે છે.


તેથી આ ઉકાળો નિયમિત રીતે દિવસમાં ૨ વખત પીવાથી પેટની બધી સમસ્યા દૂર થશે. તે પેટને સાફ કરશે અને બિનજરૂરી તત્વો શરીરની બહાર કાઢી નાખશે. આ ઉકાળો પાચનશક્તિ વધારે છે તેથી ખોરાક બરાબર રીતે પચે છે અને પેટમાં પડ્યો રહેતો નથી, તેથી પેટમાં ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા નથી થતી.

તેથી દરરોજ દિવસમાં ૨ વખત સવારે અને સાંજે આ ઉકાળો જરૂર પીવો. આ ઉપરાંત ભોજન કરવામાં નિયમિતતા રાખવી. વાસી કે બગાડેલો કે બહારનો ખોરાક ન ખાવો. જમતી વખતે વચ્ચે કે જમ્યા પછી અડધી કલાક સુધી પાણી ન પીવું. જમીને તરત કોલ્ડ ડ્રિંક પણ ન પીવા. જમીને તરત સૂઈ ન જવું. બહારનો ખુલ્લો ખોરાક અને જંક ફૂડ ખાવાનું સાવ બંધ કરવું. આ બધું કરવાથી તમારા પેટમાં કોઈ દિવસ ગેસ, એસિડિટી કે કબજિયાત ની મુશ્કેલી નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *