આજે શનિવારના દિવસે હનુમાન દાદા આ 5 રાશિઓને આપશે આશીર્વાદ, જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષ :

આજે તમારા સાચા પ્રેમ સાથે તમારી મુલાકાત થશે. નોકરીમાં પ્રમોશન સાથે પગારવધારો થશે. ભાઈ બહેનના સંબંધ વધુ મજબૂત અને ભાવુક થશે. કોઈપણ કામ કરતાં પહેલા ઘર અને પરિવાર વિષે વિચારો.

વૃષભ :

આજે કોઈ લાંબી યાત્રા કરવા જવાનો અવસર મળશે. વિદેશી કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો સફળતા મળશે. સતત પ્રયત્ન કરતાં રહો. તમારા વડીલો અને ઓફિસમા સિનિયરની વાતોને સીરીયસ લેવાનું રાખો.

મિથુન :

આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા મનગમતા ફળ અને પરિણામ માટે કુલ દેવી કે દેવતાની પૂજા લાભદાયક રહેશે. નોકરી કરતાં લોકો માટે આજે થોડો તણાવ ભરેલો દિવસ રહેશે. રિયલ એસ્ટેટમાં કામ કરી રહેલ વ્યક્તિઓને આજે સફળતા મળશે.

કર્ક :

તમારા અટકેલા સરકારી કામ જલ્દી પૂરા થઈ જશે. વેપારમાં કામ ધંધો વધારે સારો નહીં હોય પણ આજનો ખર્ચ સરળતાથી નીકળી જશે. આજે રસ્તા પર વાહન સાવધાની પૂર્વક ચલાવવું અને સાથે ચાલવા સમયે પણ તકેદારી રાખવી. સંપત્તિ વિવાદને આજે સમજાવટથી પટાવવા પ્રયત્ન કરો.

સિંહ :

નોકરી કરતાં મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા દરરોજના વેપારમાં મહેનત પછી ઘણા દિવસે સફળતા મળશે. થોડા દિવસ પહેલા થયેલ નુકશાનની ભરપાઈ કરી શકશો. દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે. જેટલા પૈસાની જરૂરત છે એટલા પૈસા તમને મળી રહેશે. આજે સારા સમાચાર સાંભળવા મળશે.

કન્યા :

ખાવા પીવા પર ધ્યાન રાખો. આવકમાં વધારો કરવાના સ્ત્રોત મળશે. ધ્યાન રહે કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન કે હોવું એ તમને નુકશાન કરી શકે છે. જે લોકો તમારી વિરુધ્ધ કે પછી તમારી ખુશીમાં ખુશ નથી તેમનાથી દૂર રહો. આજે કોઈપણ લોભ લાલચથી બચવું.

તુલા :

આજે તમારા નજીકના મિત્ર કે સંબંધી સાથે બોલચાલ થઈ શકે છે. આજે સાંજે પરિવાર સાથે ધાર્મિક કામમાં મન લાગશે. તમારા બોલવા પર આજે થોડો સંયમ રાખો. આજે બહુ મોટી માત્રામાં પૈસા હાથ લાગશે જેથી તમને સંતોષની અનુભૂતિ થશે.

વૃશિક :

તમારા પ્રિયજન અથવા વેપારીઓ માટે આજે પૈસા ખર્ચ કરી શકશો. વધારે પૈસા કમાવવા માટેના નવા રસ્તા આજે તમારી માટે ખુલશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે. કોઈપણ લક્ષ્ય સુધી પહોંચવા કરી રહેલ મહેનત રંગ લાવશે.

ધન :

આજે તમારો ઉત્સાહ વધેલ રહેશે. જીવનમાં સુખ સુવિધાની વસ્તુઓ વસાવી શકશો. મિત્રો સાથે અમુક વાત શેર કરી શકશો. તમારા કામના આજે વખાણ થશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. આ સાથે કોઈ પાર્ટીનું પણ આયોજન કરી શકશો.

મકર :

આજે સકારાત્મક વિચાર બનાવી રાખશો. કોઈપણની વાતમાં આવીને કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહીં. નવી જવાબદારી તમારા પર આવી શકે છે. કોઈપણ નવા કામની શરૂઆત કરતાં પહેલા તમારા વડીલોના આશીર્વાદ લેવાનું રાખો. મહેનતથી કરેલ કામમાં સફળતા મળશે.

કુંભ :

આજે તમારા દિવસની યોજનાઓ પહેલાથી નક્કી જ હશે. વધારે જવાબદારીઓ આવી શકે છે. હાલમાં જ જો નવો વેપાર શરૂ કર્યો છે તો થોડી ધીરજ રાખવી ધીરે ધીરે તમને સફળતા જરૂર મળશે. આજે થોડા વધુ ખર્ચ થશે. જરૂર પૂરતી વસ્તુઓની ખરીદી કરો.

મીન :

રાજનીતિ કે સામાજિક કામમાં શામેલ લોકોની નામનામાં વધારો થશે. પારિવારિક જીવનમાં સ્થિતિ અનુકૂળ રહેશે. ઘર પરિવાર સાથે જોડાયેલ મહત્વના નિર્ણય તમે લઈ શકશો. નવા મહેમાનનું આગમન થશે. જીવનસાથી આજે ઉદાસ રહેશે. એવામાં તેમની સાથે વાત કરી બધી ગેરસમજ દૂર કરો.

Leave a Reply

Your email address will not be published.