‘આખો દિવસ ખાટલામાં પડી રહીને હાથી જેવી જાડી થઈ ગઈ છો’ કહીને પતિ અને સાસુ-સસરા ત્રાસ આપતા, અને પછી થઈ જોવા જેવી.. વાંચો..!

રાજકોટના નવાગામમાં ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ પોતાના પતિ ચિરાગ તેમજ સાસુ-સસરા સહિત તેમના મામા ના છોકરા નું નામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા નોંધાવ્યું છે.

આ મહિલાનું કહેવું છે કે તેના પરિવારના લોકો તેને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ ત્રાસ આપતા હતા જેના કારણે તે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ છે.

સમગ્ર વાતમાં એમ છે કે પરિવારના લોકો તેને એમ કહેતા હતા કે તું આખો દિવસ ખાટલામાં પડી રહે છે અને હાથી જેવી જાડી થઈ ગઈ છે. ફરિયાદી અને તેના પતિ ચિરાગ ના લગ્ન આશરે ૧૪ વર્ષ પહેલા થયા હતા અને આજે તેમને બે દીકરીઓ છે.

ફરીયાદીનું કહેવું છે કે પરિવાર ના સભ્યો કામકાજ માટે ખૂબ જ દબાણ અને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ ત્રાસ આપતા હતા અને અનેક વાર તેના ઉપર હાથ ઉપાડતા હતા.

ફરિયાદી મહિલાએ પરિવારના સભ્યો સાથે મામાના છોકરા મહેશ નું નામ પણ જણાવ્યું છે. કારણ કે તેમના મામાનો છોકરો મહેશ પરિવારના સભ્યોને ખૂબ જ ચડાવતો હતો અને તે કહેતો હતો કે અને તેના ઘરે પાછી મોકલી દો અને આપણે બાળકોને સાચવી લઈશું. ત્યારબાદ મહિલા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિવારના લોકો સામે તેને ફરિયાદ નોંધાવી દીધી છે.

 

 

Leave a Reply

Your email address will not be published.