આલિશાન ઘરમાં રહેશે અનુપમાં, લગ્ન પછી નવી દુલહનને છોડીને જતો રહેશે અનુજ

ટીવીના પ્રખ્યાત ઓનસ્ક્રીન કપલ અનુપમા અને અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી ‘અનુપમા’માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નને લઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત હતા.

લગ્નનું શૂટ પૂરું થયા પછી, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના પણ ઇન્સ્ટાગ્રામ પર એકસાથે લાઇવ થયા હતા, જેમાં તેઓએ શોમાં આવનારા ટ્વિસ્ટ પર તેમનું મૌન તોડ્યું હતું. આ સાથે એ વાત પર પણ પડદો પડ્યો કે શું ગૌરવ ખન્ના ‘અનુપમા’ છોડી રહ્યા છે કે નહીં.

લાઈવ સેશનમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે તેમના પરિવારમાં એવું માનવામાં આવે છે કે માતા બન્યા બાદ મહિલાઓ મહેંદી લગાવી શકતી નથી. આવી સ્થિતિમાં તે ઓનસ્ક્રીન લગ્ન માટે મહેંદી લગાવી શકી નથી.

આ માટે મેકર્સે લોટ અને ફેવીક્રિલ મિક્સ કરીને મહેંદી બનાવી હતી, જેથી તેમના પરિવારમાં કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે. રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે તેણે છેલ્લી વખત તેના બેબી શાવર પર મહેંદી લગાવી હતી.

લાઈવ સેશન દરમિયાન, ગૌરવ ખન્નાએ ‘અનુપમા’માં તેની સફરને યાદ કરી અને કહ્યું કે મેં સપ્ટેમ્બરમાં પગ મૂક્યો હતો. લાઈવ સેશનની વચ્ચે રૂપાલી ગાંગુલીએ ગૌરવ ખન્નાને પૂછ્યું કે શું તે શો છોડી રહ્યો છે? આના જવાબમાં ગૌરવ ખન્નાએ કહ્યું, “હું ‘અનુપમા’ને ત્યારે જ અલવિદા કહીશ જ્યારે નિર્માતાઓ પોતે મને ઉપાડશે અને બહાર ફેકશે”.

અનુજ અને અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ જણાવ્યું કે તેઓ નવા સેટમાં ‘અનુપમા’ માટે શૂટિંગ કરી રહ્યા છે. તેણે કેમેરા ફેરવીને સેટ પણ બતાવ્યો, જે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.

લાઈવ સેશન દરમિયાન, ચાહકોએ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાને આગામી વાર્તા અંગે પ્રશ્ન કર્યો, જેના જવાબમાં તેઓએ કહ્યું, “અમને ખબર નથી કે શું થશે, અમને વધુ વાર્તા માટે પૂછશો નહીં. પણ હા રાજન શાહી ‘અનુપમા’ પર કામ કરી રહ્યા છે અનુજ અને અનુપમાનું જીવન એક નવા તબક્કે પહોંચવાનું છે, જે પ્રેક્ષકોને પણ સારો સંદેશ આપશે. તો તમે લોકો તમારો સાથ આપો.

લાઈવ સેશન દરમિયાન, એક ચાહકે ‘અનુપમા: નમસ્તે અમેરિકા’ પર પ્રશ્ન કર્યો, જેના જવાબમાં અનુપમાએ કહ્યું, “કદાચ પ્રિક્વલ આવી શકે છે, પરંતુ આ બધી બાબતો રાજન સર પર નિર્ભર છે.” આ સાથે ગૌરવ ખન્નાએ પણ ‘અનુપમા’ની પ્રિક્વલને પોતાના દૃષ્ટિકોણથી શરૂ કરવાની વાત કરી હતી.

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ લાઈવ સેશન દરમિયાન અનેરી વજાની અને શિવાંગી જોશીને ‘ખતરોં કે ખિલાડી 12’માં તેમને સમર્થન આપવા વિનંતી કરી. રૂપાલી ગાંગુલીએ કહ્યું, “અનેરી અમારું બાળક છે અને શિવાંગી માત્ર મારુ તો કૃપા કરીને તમે લોકોનો સાથ આપો.”

Leave a Reply

Your email address will not be published.