આલિયા ભટ્ટના લગ્નમાં બહેનપણી આકાંક્ષા રંજનની રડી રડીને થઈ હતી હાલત ખરાબ, તસ્વીર જોઈ લોકોએ કરી આવી કમેન્ટ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ તેમના સંબંધોને નવું નામ આપ્યું હતું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નના સમાચારને કારણે ઘણા દિવસોથી હેડલાઇન્સમાં હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તસવીરો જોવા માટે લોકો બેચેન હતા. હાલમાં જ અભિનેત્રી આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરે અભિનેત્રીના લગ્નની એવી તસવીરો શેર કરી હતી, જેને જોઈને દરેક ઇમોશનલ થઈ ગયા હતા.

આકાંક્ષા રંજન કપૂરે શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તે તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે આલિયા ભટ્ટની મહેંદી સેરેમની દરમિયાન ખૂબ રડી રહી હતી. હાલમાં જ આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે આકાંક્ષા રંજન કપૂર આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં ખૂબ જ મસ્તી કરી રહી છે.

પરંતુ આ તસવીરો સાથે તેણે કેટલીક એવી તસવીરો પણ શેર કરી છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ બેસ્ટ ફ્રેન્ડ ગોલ છે. આ તસવીરોમાં આકાંક્ષા રંજન કપૂર આલિયા ભટ્ટને જોઈને રડી રહી છે.

જેવી આકાંક્ષાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર એ સાથે જ અનેક સેલિબ્રિટીઓએ રીએક્ટ કર્યું હતું. વાણી કપૂરે લખ્યું કે ‘હાહાહાહા કાંચુ.’ તો આકાંક્ષાની મોટી બહેન અનુષ્કા રંજને કોમેન્ટ કરી ‘હાહાહાહા હું કહી શકું છું કે તમે ખૂબ રડ્યા છો.’ તો આકાંક્ષા સિંહની આ તસવીરો પર કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી છે.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું ‘આવી દોસ્તી હોવી જોઈએ’, જ્યારે અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે કટાક્ષ કરતા લખ્યું, ‘આટલું ગંદું રડવું, શું થયું, કરણ જોહરે તેને ફિલ્મમાં લેવાની ના પાડી દીધી’. તે ગમે તે હોય, આકાંક્ષા રંજન કપૂરે બેસ્ટ ફ્રેન્ડ ગોલનું સારું ઉદાહરણ બેસાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published.