આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થઈ તો કોન્ડમ કંપનીનું ટ્વીટ થયું વાયરલ

કપૂર પરિવારમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન આવવાનો છે. રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે માતા બનવા જઈ રહી છે. તેણે પોતાનો અને રણબીર કપૂરનો એક ફોટો શેર કર્યો, જ્યાં તે ડૉક્ટરને મળવા ગઈ હતી.

આલિયાના ફોટોમાં જોવા મળે છે કે તે બેડ પર સૂઈ રહી છે અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીનને જોઈ રહી છે. આ પોસ્ટનું કેપ્શન હતું, ‘અમારું બાળક જલ્દી આવી રહ્યું છે’.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

આ પછી, લોકોએ સોશિયલ મીડિયા પર પણ કપલને અભિનંદન આપવાનું શરૂ કર્યું. કોન્ડોમ બ્રાન્ડ ડ્યુરેક્સ પણ પાછળ ન રહી, તેઓએ પણ રણબીર-આલિયાને ફની પોસ્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા. કોન્ડોમ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અને ટ્વીટ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Durex India (@durex.india)

ડ્યુરેક્સે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક ફની પોસ્ટમાં લખ્યું, ‘મહેફિલ મેં તેરી, હમ તો ક્લિયરલી નહિ થે’. અગાઉ, જ્યારે રણબીર-આલિયાના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા, ત્યારે ડ્યુરેક્સે એક ફની પોસ્ટ દ્વારા કપલને અલગ રીતે અભિનંદન આપ્યા હતા.

ત્યારે ડ્યુરેક્સની પોસ્ટ હતી, ‘ડિયર રણબીર અને આલિયા…મહેફિલ મેં તેરે, હમ ના રહે જો, ફન તો નહીં હૈ’. ત્યારે આ પોસ્ટ પણ વાયરલ થઈ હતી. ડ્યુરેક્સે આ પોસ્ટ કરતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Durex India (@durex.india)

ઘણા લોકોએ રમુજી કોમેન્ટ કરી. કોન્ડોમ કંપનીની અભિનંદનની સ્ટાઈલના ઘણા લોકોએ વખાણ કર્યા. બાય ધ વે, રણબીર અને આલિયાએ કોઈ લાઈમલાઈટમાં આવ્યા વિના મુંબઈમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા.

Leave a Reply

Your email address will not be published.