આલિયાના હાથમાં મુકાઈ રણબીર કપૂરના નામની મહેંદી, જશનમાં ડૂબ્યો કપૂર પરિવાર

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ગણેશ પૂજાથી તેની શરૂઆત કરવામાં આવી છે. પૂજા પછી લગ્નની સૌથી પહેલી વિધિ મહેંદી વિધિ છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયાની મહેંદી સેરેમની બાદ અન્ય તમામ વિધિઓ થશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પરિવારના સભ્યો પણ આ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. સજી ધજીને વેન્યુની બહાર ચમચમાટી ગાડીઓમાં નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર, મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન સુધી જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ગ્રાન્ડ થવાના છે, તેથી આ ઇવેન્ટ માટે ખૂબ જ મોટા સ્તરે સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે. ગેસ્ટ તેમજ સિક્યુરિટી ગાર્ડ માટે અલગ-અલગ બેન્ડસ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે આ લગ્નની તસવીરો અને વીડિયોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્નની પ્રાઇવસી મેઈન્ટેન કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્નના સ્થળથી લઈને વિધિની તારીખ સુધી તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવી રહી છે. દરેક આવનારા મહેમાનોએ પણ આ પ્રાઇવસી રાખવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઘર પરિવારના સભ્યો સિવાય અમુક સિલેકટેડ ગેસ્ટ લિસ્ટ છે જેઓ કાર્યક્રમોમાં સામેલ થશે પરંતુ તેમના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. આવનાર મહેમાનોના ફોન કેમેરા બંધ રહેશે. વેડિંગ ફંક્શનમાં મહેમાનોના કેમેરા પર સ્ટીકરો લગાવવામાં આવશે જેથી કરીને તેઓ અંદર કોઈ પણ રીતે ફોટોગ્રાફ અને વીડિયો શૂટ ન કરી શકે.

Leave a Reply

Your email address will not be published.