આલિયા રણબીર પછી હવે રાહ રહેશે આ કપલના લગ્ન થવાની, તમારું ફેવરિટ કપલ કયું છે?

રણબીર-આલિયાના લગ્ન તો થઈ ગયા અને તમે તેના ફોટો પણ ઘણા બધા સોશિયલ મીડિયા પર જોયા હશે. આજે અમે તમને બૉલીવુડના એ કપલ વિષે જણાવી રહ્યા છે જેમના લગ્નની રાહ તેમના ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. લિસ્ટ આખું ચેક કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમે કયા કપલના લગ્ન હવે બૉલીવુડમાં જોવા માંગો છો.

Sidharth Malhotra and Kiara Advani : શેરશાહ ફિલ્મથી બૉલીવુડનું ડ્રીમ કપલ આ બંને બની ગયા છે. રિપોર્ટ પ્રમાણે આ કપલ એકબીજાને છેલ્લા 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે. આ સિવાય કિયારા ઘણીવાર સિદ્ધાર્થના પેરેન્ટ્સ સાથે ડિનર કરતાં પણ જોવા મળી હતી. પણ તેમ છતાં તેમણે પોતાના સંબંધ જાહેર કર્યા નથી. તેમ છતાં તેમના ચાહકો તેમના લગ્નની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Aadar Jain and Tara Sutaria : બૉલીવુડ હેન્ડસમ હંક આદર જૈન અને તારાની જોડીને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો કે આ કપલની ખાસ વાત એ છે કે તેઓ ક્યારેય પોતાના સંબંધને છુપાવતા નથી. હમણાં જ એક ઇંટરવ્યૂમાં સામે આવ્યું છે જેમા આદરએ પોતાના પરિવાર અને રિલેશનશીપ વિષે ચોખવટથી વાત કરી હતી. હવે જોવું રહેશે તારા ક્યારેય આદર સાથે લગ્ન કરે છે.

Tiger Shroff and Disha Patani : આ કપલને ઘણીવાર જાહેરમાં એકબીજા સાથે સમય પસાર કરતું જોવા મળે છે. કોઈપણ મોટું ફંક્શન હોય કે કોઈ પાર્ટી હોય આ કપલ હમેશાં એકબીજાના હાથ પકડેલા જ દેખાય છે. બંનેને બૉલીવુડના લવબર્ડ કહેવામાં આવે છે. તેમણે પોતાના સંબંધ વિષે હજી સુધી કશું જ જાહેર કર્યું નથી. હવે જોઈએ ક્યારે તેઓ જાહેરાત કરે છે લગ્ન માટે.

Arjun Kapoor and Malaika Arora : આ કપલનો પ્રેમ એ કોઈનાથી પણ છુપાયેલ નથી. તેઓ અવારનવાર પોતાના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. આ કપલના લગ્ન માટે પણ લોકો બહુ ઉત્સાહિત છે જોઈએ હવે તેઓ ક્યારે લગ્ન કરવા માટે નિર્ણય લે છે.

Rohan Shrestha and Shraddha Kapoor : આ કપલ પણ એકબીજાને ડેટ કરે છે એવી અફવા બૉલીવુડમાં ચાલી રહી છે. તમને જણાવી  દઈએ કે શ્રધ્ધાનો લવબોય એ એક ખૂબ ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર છે. શ્રધ્ધા કપૂર અને રોહને પણ પોતાના સંબંધને જાહેર કર્યા નથી પણ તેમના વચ્ચે ચાલતા રોમાન્સ અને લગ્નની ઘણીવાર અફવા સાંભળવા મળી છે. તમને જાણીને નવાઈ લગશે પણ આ કપલ એકબીજાને 4 વર્ષથી ડેટ કરે છે.

Athiya Shetty- KL Rahul : આ કપલ પણ ઘણા લાંબા સમયથી એકબીજાના સંબંધમાં છે. બંને ઘણીવાર ડિનર ડેટ, મૂવી ડેટ અને વેકેશન પર સાથે જોવા મળ્યા છે, એટલું જ નહીં રાહુલની ઘણી મેચ જોવા માટે અથિયા પિતા સુનિલ સાથે પણ જોવા મળી છે. જો કે અથિયા તરફથી આ સંબંધ વિષે ના કહી દીધી છે.

Ishaan Khatter and Ananya Panday : આ કપલના પણ ફૉલોઅર્સ ઘણા બધા છે. બીજા કપલની જેમ આ કપલ પણ ઘણીવાર એરપોર્ટ પર જોવા મળી છે. આ સિવાય આ કપલ નવું વર્ષ ઉજવવા માટે રાજસ્થાન પહોંચ્યું હતું. રિપોર્ટ પ્રમાણે અનન્યા – ઇશાન ખૂબ સિરિયલ સંબંધમાં છે પણ હજી તેઓએ તેમના સંબંધને જાહેર કર્યા નથી.

Leave a Reply

Your email address will not be published.