આલિયા રણબીર વેડિંગ ફંક્શનમાં સિક્યોરિટી ટાઈટ, ફોનના કેમેરા પર લગાવવામાં આવી ટેપ

બોલિવૂડનું ફેમસ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલનું પ્રી-વેડિંગ ફંક્શન ગઈ કાલથી શરૂ થઈ ગયું છે.કપુર પરિવારના તમામ સભ્યો રણબીર કપૂરના ઘરે વાસ્તુ માટે રવાના થઈ ગયા છે.

નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દરમિયાન, આ બિગ ફેટ વેડિંગમાં જબરદસ્ત સિક્યોરિટી રાખવામાં આવી રહી છે, જે રણબીરના ઘર ‘વાસ્તુ’ની બહારથી વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

રણબીર કપૂરના ઘરની બહારનો એક વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શન દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘આજથી જ્યાં તમામ કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે ત્યાં વાસ્તુમાં કડક સુરક્ષા વ્યવસ્થા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લગ્નની અન્ય કોઈપણ વિધિ પહેલા દિવંગત ઋષિ કપૂરની પૂજા કરવામાં આવશે. #aliabhatt #ranbirkapoor વિરલ ભયાની દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ‘વાસ્તુ’માં એન્ટ્રી લેનારા તમામ સભ્યોના કેમેરા ટેપ લગાવવામાં આવી રહ્યા છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે કપલના લગ્નના ફંક્શનની તસવીરો પર સ્પષ્ટ મનાઈ છે. સિક્યોરિટીનો આ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવતા જ છવાઈ ગયો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

કેટલાક લોકોએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે, તો કેટલાક સિક્યોરિટીની મજાક લેતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની મહેંદી સેરેમની 13 એપ્રિલે યોજાઇ હતી અને કથિત રીતે 14 એપ્રિલે લગ્ન થવાના છે.

Leave a Reply

Your email address will not be published.