આણંદમાં રીક્ષા રીપેર ન થતા યુવકે બેન્ડ બાજા અને ગધેડા પાસે ખેંચાવી પોતાની રિક્ષા , ઓટો ડીલર નો કર્યો ખૂબ જ મોટો વિરોધ

લોકો હંમેશા પોતાનું કાર્ય ન થવાના કારણે સરકાર અથવા ઊંચા વ્યક્તિઓ સામે પોતાની વાત રાખવા માટે હંમેશા અવારનવાર કંઈક ને કંઈક કરતા હોય છે. કેટલાક ઉચ્ચ કક્ષાના લોકો મધ્યમ પરિવારના લોકોની વાત સાંભળતા નથી તો અમુક સમયે લોકો કંઈક અલગ જ કાર્ય કરીને પોતાની વાત જાહેર કરતા હોય છે.

આજે ગુજરાતના આણંદ શહેરમાં ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આણંદ શહેર માં રહેતો એક યુવાન પોતાના ભેગા કરેલા પૈસામાંથી તે એક રીક્ષા લાવ્યો હતો. પોતાના જીવનના તમામ પૈસા ભેગા કરીને તેની રિક્ષા ખરીદી હતી. પરંતુ આ રીક્ષામાં ટેકનિકલી પ્રોબ્લેમ હોવાના કારણે હંમેશા કંઈક અવાજ આવતો હતો. આ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ ન થતા યુવાકે ગધેડા સાથે ઓટો ડિલરને ત્યાં ખૂબ જ મોટો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના દાવોલ ગામ ના કોઠીપુરા માં રહેતા સંજયભાઈ ચાવડા જોડે જોવા મળી હતી. આણંદમાં આવેલ અમીન ઓટો પાસે થી સાત મહિના પહેલાં તેમને એક રિક્ષા ખરીદી હતી. આ રીક્ષામાં ટેકનિકલી પ્રોબ્લેમ ના કારણે રિક્ષાચાલકે અનેકવાર ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ તેમને કોઈ સંતોષકારક કામ કરી ન આપવાના કારણે ગધેડા સાથે આવી ઓટો ડીલર જઈને ખૂબ જ મોટો વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ વિરોધ બાદ સ્થાનિક મીડિયા ત્યાં આવી ચૂકી હતી અને સમગ્ર શહેરમાં આ વિરોધની ચર્ચા થવા લાગી હતી.

Leave a Reply

Your email address will not be published.