આપણા પૂર્વજો શા માટે ચાકુ કે છરીના યુગમા પણ ડુંગળી ને ફોડીને ખાતા? જાણો

જો મારા તરફ થી એક સવાલ તમને પૂછવામાં આવે કે આપણા પૂર્વજો પાસે જાત-જાત ના ઓજારો અને સાધનો હોવા છતા પણ તે ડુંગળી ને ફોડી ને જ શું કામ ખાતા હતા કાપી ને કેમ નહીં. તો તેનો જવાબ આ મુજબ આપી શકાય છે કે ડુંગળી છેલ્લા ૫૦૦૦ વર્ષો થી આખા ભારત મા તેમજ હવે તો સમગ્ર વિશ્વ મા ઉગાડવા મા આવે છે.

આ ડુંગળી ને કાપવા થી તેમા એક ઝડપી રાસાયણિક ક્રિયા ઉત્પન્ન થાય છે. આ એટલું જલ્દી થાય છે કે બીજા કોઈપણ ખાવા ની વસ્તુ મા થતું નથી. આ ડુંગળી મા સલ્ફર નુ પ્રમાણ વધુ હોય છે માટે જયારે આ રાસાયણિક ક્રિયા બાદ છેલ્લે સલ્ફ્યુરિક એસિડ બને છે.

આ એસિડ ને એક્વા રેજીયા નામક એસીડ બાદ નું સૌથી શક્તિશાળી એસિડ માનવામા આવે છે. આ એસીડ સોનુ તેમજ પ્લેટિનમ ને બાદ કરતા બીજી કોઇપણ ધાતુ સાથે ક્રિયા કરી તેને નષ્ટ કરી શકે છે. આ ડુંગળી ના દરેક પડ પર ઉપર તેમજ નીચે એક પાતળું આવરણ હોય છે જે પચતું નથી. આ આવરણ ને દુર કરવા ડુંગળી ફોડવા મા આવતા અલગ થઈ જાય છે જે કાપવા થી થતા નથી. એટલે ડુંગળી ને ન કાપવી જોઈએ. માત્ર દેખાવ કરવા માટે ડુંગળી કાપ્યા કરતા ફોડી ને ખાવ.

આ ડુંગળી મા આવેલ પડ મા સલ્ફર વધુ પ્રમાણ મા જોવા મળે છે. વેજીનેનન વિશ્વવિદ્યાલય,નેધરલેન્ડ મા થયેલ એક સંશોધન બાદ જાણવા મળ્યું કે આ ડુંગળી મા મળી આવતું કેરસિટીન વધુ પ્રભાવી એન્ટી ઓક્સિડન્ટ હોય છે,જે યૌવન ને જાળવવા મા મદદરૂપ થાય છે તેમજ વિટામિન ઈ પણ ભરપુર માત્રા મા મળી રહે છે.

આ ઉપરોક્ત જણાવેલ તમામ પદાર્થ ચા તેમજ સફરજન મા પણ હોય છે પરંતુ ડુંગળી મા રહેલ આ પદાર્થ ચા મા મળી આવતા પદાર્થ કરતા બે ગણું તેમજ સફરજન મા મળી આવતા પદાર્થ કરતા ત્રણ ઘણું વધુ જડપ થી પાચન થાય છે. તે એક સૌ ગ્રામ ની ડુંગળી મા ૨૨.૪૦ થી ૫૧.૮૨ મીલીગ્રામ સુધી હોય છે.

આ સાથે બેર્ન વિશ્વવિદ્યાલય સ્વિત્ઝરલેન્ડ ના સંશોધનકર્તાઓએ ઉંદરો ને રોજ એક ગ્રામ ડુંગળી ખવડાવી જેથી તેમના હાડકા ૧૭ ટકા સુધી મજબૂત થઈ ગયા. આ ડુંગળી પેટ ના ચાંદા તેમજ બીજી હ્રદય થી લગતી તમામ બીમારીઓ ને સારા કરે છે. આ ડુંગળી ઉપર જો લખવા બેસીએ તો ચોપડીઓ ની ચોપડીઓ પણ ઓછી પડે.

Leave a Reply

Your email address will not be published.