આર્મીમાં ઉચ્ચ કક્ષાનો ઓફિસર કહીને કરી સગાઈ, 3 વખત સાસરે ગયો, પોલ ખુલતા છોકરો છોકરીને લઈને ભાગી ગયો

મધ્યપ્રદેશના કોટેશ્વર વિસ્તારમાં ખૂબ જ હેરાન કરી કે તેઓ કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પોતાને આર્મી ઓફિસર કહી ને મોટા વેપારી ની છોકરી જોડે સગાઈ કરી લીધી હતી. આ યુવક ત્રણ વાર પોતાના સાસરીમાં છોકરીને મળવા ગયો હતો. બંને લોકો નિયમિત રીતે એકબીજા સાથે વાતો કરતા હતા અને બન્ને એકબીજા જોડે પ્રેમ થઇ ગયો હતો.

ત્યારે છોકરીના પિતા ને ખબર પડી કે યુવક આર્મી ઓફિસર નથી પરંતુ તે કંઈક બીજું જ છે. છોકરીના પિતાએ સગાઈ તોડી દીધી હતી અને સગાઈ માં આપેલું સોનું પાછું માગતા યુવક છોકરીને ભગાઈ ને લઇ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ પોલીસ કમ્પલેન કરતા પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.

મધ્યપ્રદેશ માં છોકરી ના પરિવારના લોકોએ ધોકાદડી નો કેસ દાખલ કરાવ્યો છે. ત્યારબાદ પોલીસ દ્વારા તેની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા છોકરીના પિતાએ છોકરાના પિતા જોડે વાતચીત કરી હતી અને છોકરાના પિતાએ જણાવ્યું હતું કે તેમનો છોકરો રાજપૂત રેજીમેન્ટ ઉચ્ચ કક્ષાનું ઓફિસર છે.

ત્યારબાદ છોકરો-છોકરી એકબીજાને પસંદ કરી લીધા હતા. આ યુવકે પોતાના કિસ્સા સંભળાવ્યા અને પેપરમાં ફોટા પણ બતાવ્યા હતા. સગાઈ દરમિયાન છોકરીના પિતાએ છોકરાને અંગૂઠી ચેન તેમજ દરેક લોકોને ઉપહાર આપ્યા હતા.

થોડા સમય બાદ છોકરીના પિતાને શંકા થતાં તપાસ ચાલુ કરાવી હતી તે દરમિયાન તેમને કેટલીક માહિતી મળે કે તેમનો જમાઈ બેરોજગાર છે. છોકરીના પિતાએ છોકરાના પિતા ને વાત કરી પરંતુ તે માનવા માટે તૈયાર ન હતા.

તે સમયે સુનિલ જે છોકરી જોડે સગાઇ થઇ હતી તે છોકરીને લઈને ભાગી ગયો હતો ત્યારબાદ છોકરીના પિતા દ્વારા પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તેમની તપાસ માં જોડાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.