આર્મીનો નિવૃત્ત કર્નલ પોતાની પત્નીને અભદ્ર મુવી બતાવીને આચરતો હતો દુષ્કર્મ, પીડિતા એ કર્યો સમગ્ર વાતનો ખુલાસો

આજે ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે જ્યાં આર્મીમાં મેડિકલ વિભાગ મા કામ કરતી મહિલા અને પતિ મેજર તરીકે નિવૃત્ત થયા બાદ કર્નલ ની પોતાની ઘરેલુ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. આ નિવૃત્ત કર્નલ પોતાની પત્નીને અભદ્ર મુવી બતાવીને તેના ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો.

મકરપુરામાં રહેતા ૬૦ વર્ષીય નયનાબેન જે આર્મીમાં મેડિકલ કોરમા મેજર માં હતા.અને તેમના પતિ લેફ્ટનન્ટ કર્નલ બન્યા હતા અને આજે તે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. ૧૯૯૧ દરમ્યાન બન્ને પોસ્ટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને પરિવાર વિરુદ્ધ બંને લગ્ન કરી દીધા હતા.

નયના બહેને પોતાના પરિવાર સાથેના સંબંધો તોડી દીધા હતા અને તેમના પતિ તેમની પત્નીનો સંપૂર્ણ પગાર લઈ લેતો હતો. ત્યારબાદ બંને વચ્ચે ખૂબ જ લડાઈ થઈ હતી અને તેમનો પતિ તેમના ઉપર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારતો હતો.

ત્યારબાદ નયનાબેન ને બે બાળકોને જન્મ આપ્યો હતો પરંતુ થોડા સમય બાદ આર્મી તરફથી તેમને પાકિસ્તાન બોર્ડર ઉપર જવાનો હુકમ આપ્યો હતો જેના કારણે તે બોર્ડર ઉપર પહોંચ્યા હતા જેથી તેમનો પતિ ઘરે બાળકો ઉપર ખૂબ જ વધુ હાથ ઉપાડતા હતા. તેમજ નયનાબેન નું કહેવું છે કે તેમના સંપૂર્ણ પૈસા તેમના પતિ લઈ લેતા હતા અને બાળકો ના લગ્ન માટે એક પણ રૂપિયો આપ્યો ન હતો અને ઘરની બહાર મોકલી દીધા હતા. ત્યારબાદ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને આવી પહોંચી છે.

 

નયનાબેન નું જણાવ્યું છે કે તેમનો પતિ એક કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યો છે જ્યારે તે છોકરીઓ સાથે અનૈતિક સંબંધ બાંધે છે અને અભદ્ર મુવી બતાવીને નયનાબેન જોડે અનેકવાર તેમને દુષ્કર્મ આચર્યું છે. તેવું પીડિતાનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published.