આસિત મોદીએ જણાવ્યું આ કારણોસર લોકોને લાગે છે દિશા વાકાણી નહીં આવે, પરંતુ તેનું રિપ્લેસમેન્ટ પણ છે જરૂરી

ફરી એકવાર સોશિયલ મીડિયામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં દયાબેન ફરીથી જોવા મળશે કે નહીં તે ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે. સમગ્ર વાત ઉપરથી પરદો ઉઠાવતા આશિષકુમાર મોદીએ જણાવ્યું છે કે દિશા વાકાણી હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા મળશે નહીં.

મીડિયા સાથે વાતચીત કરતાં આશિષકુમાર મોદીએ જણાવ્યું હતું કે દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરીથી જોવા મળશે નહીં પરંતુ આ પાત્ર ફરીથી કોઈ બીજો વ્યક્તિ નિભાવતું જોવા મળશે તે માટે તારક મહેતા ની ટીમ હવે નવા પાત્રના ઓડિશનમાં લાગી ગઈ છે. આશિતકુમાર મોદીએ જણાવ્યું હતું કે દિશા વાકાની આ ટીમ સાથે બહુ વર્ષો થી જોડાયેલી હતી અને તેમને બાળકને જન્મ આપવા માટે બ્રેક લીધો હતો ત્યારબાદ કોરોના મહામારી આવી જતા તે કામ ઉપર આવી શક્યા ન હતા અને હજુ તેમના દ્વારા કોઈ ઓફિસીયલી નોટિસ આપવામાં આવી નથી.

ત્યારબાદ આસિત મોદીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી દયાભાભી સિરિયલમાં કામ કરી રહેલા હોવાથી દરેક લોકો સાથે ખૂબ જ સારા સંબંધ હોવાના કારણે દરેક લોકો ખૂબ જ આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે દયાબેન ના રોલ માટે ઓડિશન ચાલુ કરી દેવામાં આવ્યું છે અને થોડા સમયમાં નવા દયાભાભી જોવા મળી શકે છે.

એક દિવસ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં દયા ભાભી નો પડછાયો બતાવવામાં આવ્યો હતો. જેથી દયાભાભીના આવવાના સંકેતો મળી ચૂક્યા છે આ વાતની ખાતરી એ તેમના ભાઈ સુંદર એ પણ આપી હતી જેથી જેઠાલાલ ખુબ જ ખુશ થઇ ગયા હતા.

દિશા વાકાણી સીરીયલ સાથે છેલ્લા કેટલાક સમયથી જોડાયેલા છે. અને હવે તે આ સીરિયલમાં આપણને જોવા મળશે નહીં આશિષકુમાર મોદી દ્વારા મીડિયા સમક્ષ ખૂબ જ મોટો ખુલાસો કરવામાં આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દયા બેન એક એપિસોડના 1 લાખ 50 હજાર રૂપિયા ચાર્જ કરતા હતા

Leave a Reply

Your email address will not be published.