આવી ચોરી જોઈ છે ક્યાંય, એક વ્યક્તિ બાઇક છોડીને દુકાનમાં સામાન ખરીદવા ગયો, પાછો આવ્યો તો બચ્યું હતું ફક્ત હેન્ડલ

આજના ચોર પણ બહુ ચાલાક થઈ ગયા છે. તેઓ એવી રીતે ચોરી કરે છે કે કોઈને ખબર ન પડે. કેટલાક સીસીટીવી કેમેરાને પણ મ્હાત આપી દેતા હોય છે અને કેટલાક નિર્ભયતાથી ચોરી કરે છે, જાણે કે તેઓ કોઈથી ડરતા નથી.

ખાસ કરીને બાઇક ચોરોની વાત કરીએ તો રાત્રીના અંધારામાં ક્યાંક બહાર જવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે કોણ જાણે ક્યારે અને ક્યાં ચોર તમારી બાઇક છીનવી શકે છે. એટલે સુધી કે ઘરની સામે કે ઘરની અંદરથી પણ ચોરો વાહનોની ચોરી કરીને ભાગી જતા હોય છે.

ઘણી વખત એવું પણ સાંભળવા મળે છે કે ચોર વાહનોના પાર્ટસ લઈને ભાગી જાય છે. ચોરીની ઘટનાઓ સાથે જોડાયેલા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક હેરાન કરી દે તેવા પણ હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોંકી જશો અને સાથે જ તમે હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Rajput Reshav (@brown_monda34)

આ વીડિયોમાં ચોર બાઇકના હેન્ડલ સિવાયના તમામ પાર્ટ્સ ચોરીને ભાગી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઇક પર આવે છે અને તેને સ્ટેન્ડ પર ઉભો કરી દુકાનમાં કેટલીક વસ્તુઓ ખરીદવા જાય છે. આ દરમિયાન ત્યાં બે ચોર આવે છે અને બાઇકનો દરેક ભાગ લઇને રફુચક્કર થઈ જાય છે. ફક્ત હેન્ડલ સિવાય બીજું કંઈ બચ્યું નથી.

જ્યારે વ્યક્તિ સામાન ખરીદ્યા પછી પાછો આવે છે, ત્યારે તે ફક્ત બાઇકનું હેન્ડલ જોઈને દંગ રહી જાય છે અને વિચારવા લાગે છે કે તેની બાઇક ક્યાં ગઈ. જો કે અનોખી ચોરીનો આ વીડિયો હકીકત નથી, પરંતુ તેને એક પ્રૅન્ક વીડિયોની જેમ બનાવવામાં આવ્યો છે, જેને જોઈને લોકોને મજા આવે છે. આ વિડિયો ખરેખર ખૂબ જ ફની છે, જેને જોઈને કોઈ પણ હસી શકે છે.

Leave a Reply

Your email address will not be published.