આવતીકાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ-2022નું પરિણામ, શિક્ષણમંત્રીએ આપી જાણકારી

2022 માં લેવાયેલ ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું આવતીકાલે સવારે પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. આ રીઝલ્ટ સવારે 10 વાગ્યે જોવા મળશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્વીટ કરીને દરેક લોકોને માહિતી આપી છે. આ રીઝલ્ટ જોવા માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવું પડશે. જે result.GSEB.org પર લોગીન કર્યા બાદ જોઈ શકાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુલ એક લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ શિક્ષણ જગતમાં ખૂબ જ બદલાવ જોવા મળ્યો હતો અને શિક્ષણ પદ્ધતિ ઓનલાઇન કરી દેવામાં આવી હતી તેમજ 2021 માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરવામાં આવ્યા હતા. આશરે બે વર્ષ પછી રૂમમાં બેસીને ઓફલાઈન પેપર આપવા માટે વિદ્યાર્થીઓ તેમજ સરકાર તૈયાર થઈ હતી.

વિદ્યાર્થીઓ પરીક્ષા પુરજોશથી તૈયારી કરી હતી પરંતુ ઓનલાઇન હોવાના કારણે તેમને કેટલીક પ્રેક્ટિસ છૂટી ગયું હોય તેવું સામે આવ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં પેપર કોરું છોડી ને આવ્યા છે તેવું સામે આવ્યું છે. પરિણામમાં ૧૦ થી ૩૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે તેમ છે અને પરીક્ષા રીઝલ્ટ ઉપર માઠી અસર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.