આયર્લેન્ડ ટીમ સાથે રમવા જતાં પહેલા હાર્દિક પંડયાએ દીકરા અને પત્ની સાથે આવીરીતે સમય પસાર કર્યો.

IPL 2022ની આ સિઝનમાં પહેલીવાર જ ગુજરાત ટીમ રમવા માટે ઉતરી હતી અને આ સિઝનમાં જ તે વિનર બની હતી. આપણી ગુજરાતની ટીમના કેપ્ટન એવા હાર્દિક પંડયાએ પહેલીવાર કેપ્ટનશી કરી હતી. આ દરમિયાન તેઓએ ગુજરાતને જીત અપાવી હતી. હવે એકવાર ફરીથી તેમને આયર્લેન્ડ સામે થવાવાળી ટી-20 સીરિઝમાં પણ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

આપણી ભારતીય ટીમ હમણાં 2 સીરિઝ રમવામાં વ્યસ્ત છે. સિનિયર ટીમ ઈંગ્લેન્ડ વિરુધ્ધ ટેસ્ટ મેચ રમી રહી છે તો યુવાન ટીમ આયરલેન્ડ વિરુધ્ધ ટી-20 રમી રહી હતી. તમને જણાવી દઈએ કે આ આયરલેન્ડ વિરુધ્ધની સીરિઝ આપણો દેશ જીતી ગઈ છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને કેએલ રાહુલ ના હોવાને લીધે હાર્દિક પંડયાને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. પણ આ સીરિઝ રમવા જતાં પહેલા હાર્ડી પંડયાએ પોતાના પરિવાર સાથે ક્વોલિટી સમય વિતાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે પોતાના દીકરા માટે એક કે બે નહીં પણ રમકડાંની આખી દુકાન ખરીદી લીધી હતી. ચાલો તમને જણાવીએ કે રમવા જતાં પહેલા તેમણે પરિવાર સાથે કેવીરીતે સમય પસાર કર્યો હતો.

ગુરુવારે હાર્દિક પંડ્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે પોતાના પુત્ર અગસ્ત્ય પંડ્યા માટે ઘણા રમકડા ખરીદતો જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં તે અગસ્ત્યને તેના મનપસંદ રમકડાં આપતો જોવા મળે છે. આ રમકડાંમાં પેપા પિગ અને તેનો આખો પરિવાર સામેલ હતા.

આ સાથે જ હાર્દિકે ઇંસ્ટા સ્ટોરી પર એક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તે પોતાની વાઈફ સાથે મુંબઈના રસ્તાઓ પર નીકળ્યા હતા. તેઓ કાર ડ્રાઈવ કરીને મ્યુઝિકની મજા માણી રહ્યા દેખાઈ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારત અને આયર્લેન્ડની વચ્ચે બે ટી-20 મેચ રમાઈ હતી. આમાં હાર્દિક પંડયાએ કેપ્ટનશી કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમને ભારત ટીમના કેપ્ટન બનાવ્યા હોય.

તમને જણાવી દઈએ કે હાર્દિકની કેપ્ટનશીમાં ટીમ ઈન્ડિયા આ સીરિઝની બંને મેચ જીતી ગઈ છે. હવે આ મેચ પૂરી થઈ ગયા પછી અમુક પ્લેયર અહિયાંથી જ ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે કેમ કે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પણ ટી-20 મેચ અને વનડે સીરિઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published.