અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી, પત્રમાં લખ્યું- પંજાબી સિંગર જેવી હાલત કરવામાં આવશે

છેલ્લા કેટલાક સમયથી સલમાનખાન ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. પંજાબના ફેમસ સિંગર સિદ્ધુના મોત બાદ સલમાન ખાનને ધમકીભર્યા પત્ર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ સલમાન ખાનના પિતા સવારે કસરત કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે તેમના દીકરા સલમાન ખાન માટે ખૂબ જ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મુંબઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સિદ્ધુની હત્યા બાદ સલમાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. Lawrence bishnoi ગ્રુપ દ્વારા સલમાન ખાનને થોડા સમય પહેલા ધમકી આપવામાં આવી હતી પરંતુ અત્યારે lawrence bishnoi તિહાર જેલમાં બંધ છે.

સલમાન ખાનની આગામી મુવી કભી ઈદ કભી દિવાળી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. સલમાન ખાન સાથે પૂજા મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. પૂજાએ કેટલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને આ ફોટા ચાહકોને ખૂબ જ વધુ પસંદ આવી રહ્યા છે અને તેમના લુકના કારણે તેમની ખૂબ જ ચર્ચા જોવા મળી રહી છે.

સલમાન ખાન સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ જોવા મળતા હોય છે અને પોતાના કામના કારણે હંમેશા ચર્ચાનો વિષય બનેલા હોય છે અને અવારનવાર તેમને ધમકી આપવામાં આવતી હોય છે જેના કારણે તેમને સુરક્ષામાં તાત્કાલિક ધોરણે વધારો કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.